ફ્લેટની ડીલ રદ થતા અવેજ પેટે આપેલા 4 લાખના ચેક રીટર્નમાં એક વર્ષની કેદ
16.51 લાખના ફ્લેટ વેચાણના અવેજ પેટે 4.51 લાખ ચુકવ્યા બાદ સોદો કેન્સલ થતાં ફરિયાદીને ચેક આપ્યા હતા
સુરત
16.51 લાખના ફ્લેટ વેચાણના અવેજ પેટે 4.51 લાખ ચુકવ્યા બાદ સોદો કેન્સલ થતાં ફરિયાદીને ચેક આપ્યા હતા
ફ્લેટ
વેચાણના સોદામાં ફરિયાદીએ પાર્ટ પેમેન્ટ પેટે આપેલા 4.51 લાખ સોદો કેન્સલ
થતાં પરત આપેલા 4 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે
એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશકુમાર વી.જોટાણીયાએ એક વર્ષનીક ેદનો હુકમ
કર્યો છે.
ફરિયાદી ચંદ્રકાંત જેઠાલાલ રાણા(રે.ઈન્દરપુરા,ગધેવાન) તથા આરોપી હેમંતકુમાર નટવરલાલ જરીવાલા(રે.રામસ્નેહ કોમ્પ્લેક્ષ,સલાબતપુરા) વચ્ચે આરોપીના રૃસ્તમપુરા ફરામ મહોલ્લામાં સાંઈ ચામુંડા રેસીડેન્સીમાં આવેલા ફ્લેટ રૃ.16.51 લાખમાં ખરીદવાનો સોદો નક્કી થયો હતો.જેના પાર્ટ પેમેન્ટ પેટે ફરિયાદીએ આરોપીને ફેબુ્રઆરી-2020માં પાર્ટપેમેન્ટ પેટે 4.50 લાખ ચુકવ્યા હતા.પરંતુ લખાણ કરી આપવાનું જણાવતારોપીએ ગલ્લાં તલ્લાં કર્યા બાદ ફલેટ પોતાની માલિકીનો ન હોવાનું જણાવી ફરિયાદીએ ચુકવેલા નાણાં પરત કરવાની બાંહેધરી આપીને જુલાઈ-ઓગષ્ટ-2022ના રોજ 4 લાખના ચેક લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. સુનાવણી બાદ કોર્ટે આરોપી હેમંતકુમાર જરીવાલાને દોષી ઠેરવી એક વર્ષની કેદ, ફરિયાદીને 60 દિવસમાં 4.50 લાખ વળત પેટે ન ચુકવે તો આરોપીને વધુ બે માસની કેદની સજાનો હુકમ કર્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે ચેક રીટર્નના કાયદા પાછળનો હેતુ માત્ર આરોપી પ્રત્યે દયા રાખી માત્ર દંડ કરીને છોડી દેવા યોગ્ય નથી લોકોને બેંકીંગ વ્યવસ્થામાં વિશ્વાસ ટકી રહે તે માટે આરોપીને ચોક્કસપણે સજા કરવી જોઈએ તેવું કોર્ટનું માનવું છે.