Get The App

5.51 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ

ઉધાર ગ્રે કાપડના ખરીદીના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા ઃ 6 લાખ વળતર તરીકે 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદ

Updated: Oct 24th, 2023

Google NewsGoogle News

5.51 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ 1 - image

સુરત

ઉધાર ગ્રે કાપડના ખરીદીના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા ઃ 6 લાખ વળતર તરીકે 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદ       

રૃ.5.51 લાખની કિંમતના ઉધાર ગ્રે કાપડના માલના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસ માં સંડોવાયેલા આરોપી વેપારીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ હરેશકુમાર વી.જોટાણીયાએ દોષી ઠેરવી એક વર્ષની કેદની સજા ફટકારી છે.

હેન્સી ટેક્ષટાઈલના ફરિયાદી સંચાલક વર્ષાબેન શૈલેશ કુકડીયાના પાવરદાર મેહુલ કુરજી કુકડીયાએ(રે.પંચદેવ સોસાયટી,વરાછા રોડ)એ ભગવતી ઈન્ટરનેશનલના ઓથોરાઈઝ્ડ સિગ્નેચરી અજય ભીમસેન ગુપ્તા(ે.રત્ના એપાર્ટમેન્ટ,સીટીલાઈટ)ઓગષ્ટ-2016માં કુલ રૃ.5.51 લાખની કિંમતના ઉધાર ગ્રે કાપડનો જથ્થો વેચાણ આપ્યો હતો.જેના પેમેન્ટ પેટે આરોપીએ આપેલા લેણી રકમના અલગ અલગ રકમના કુલ દશ ચેક લખી આપ્યા હતા. તે રીટર્ નથતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

સુનાવણી બાદ કોર્ટે આરોપીને એક વર્ષની કેદ, ફરિયાદીને રૃ.6 લાખનું વળતર 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદની સજા ફટકારી હતી. કોર્ટે જણાવ્યું હતું કેલોકોનો બેંકીગ વ્યવસ્થામાં વિશ્વાસ જળવાય રહે તે માટે આરોપીને ચોક્કસપણે સજા કરવી જોઈએ.આરોપીને પ્રત્યે દયા રાખી માત્ર દંડ કરી છોડી દેવા યોગ્ય નથી

jjA

5.51 લાખના ચેક રીટર્ન કેસમાં આરોપી વેપારીને એક વર્ષની કેદ

ઉધાર ગ્રે કાપડના ખરીદીના પેમેન્ટ પેટે ચેક આપ્યા હતા ઃ 6 લાખ વળતર તરીકે 60 દિવસમાં ન ચુકવે તો વધુ બે માસની કેદ

(પ્રતિનિધિ દ્વારા)       સુરત,મંગળવાર

suratcourt

Google NewsGoogle News