Get The App

પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એપોથાકોન કંપનીમાં ગેસ ગળતરથી એક કામદારનું મોત: ચાર ગંભીર

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એપોથાકોન કંપનીમાં ગેસ ગળતરથી એક કામદારનું મોત: ચાર ગંભીર 1 - image


વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલા ડભાસા ગામની એપોથીકેમ કંપનીમાં ગેસ ગળતર થતાં પાંચ વ્યક્તિને અસર થઈ હતી.  જેમાંથી ગંભીર રીતે અસરગ્રસ્ત એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ગેસ ગળતરની થયેલી અસરને કારણે ચાર વ્યક્તિને સારવાર ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે દુર્ઘટનાની જાણ થતા પાદરા પોલીસે ઘટના સ્થળે જઈને સઘન તપાસ શરૂ કરી છે.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામ પાસે આવેલી એથપી કેમ કેમિકલ કંપનીમાં ગઈ મોડી રાત્રે ગેસ ગળતર થતાં કેમિકલ ની દુર્ગંધ આજુબાજુના વિસ્તારમાં ફરી વળી હતી કંપનીમાં ગેસ ઘડતરને કારણે એક કામદારનું મોત થયું હતું જ્યારે ચાર કામદારને ગંભીર અસર પહોંચતા તેઓને ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 

આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા ઘટના સ્થળે પહોંચી જઈ ગેસ ગળતર બંધ કરાવવા જહેમત ઉઠાવી હતી સતત એક કલાકની કામગીરી બાગ ગેસ ગળતર બંધ કરવામાં સફળતા મળી હતી. 

ગેસ ગળતરની ઘટનામાં મૃત્યુ પામેલા અને ઈજા પામેલા કામદારોને વળતર ચૂકવવાની માંગણી કરવામાં આવી હતી.


Google NewsGoogle News