Get The App

જામનગરમાં ગુલાબ નગર નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં સાળા- બનેવી વચ્ચેની તકરારમાં બનેવી જમ બન્યો: સાળાનું માથું ફોડ્યું

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગુલાબ નગર નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં સાળા- બનેવી વચ્ચેની તકરારમાં બનેવી જમ બન્યો: સાળાનું માથું ફોડ્યું 1 - image


Image Source: Freepik

જામનગરના ગુલાબ નગર સાંઢીયા પુલ નજીક આવેલી ઝુપડપટ્ટી માં રહેતા એક યુવાને બળતણ નું લાકડું લઈ જવા જેવી સામાન્ય બાબતમાં પોતાના માથામાં લાકડાનો ધોકો ફટકારી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ બનેવી સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના ગુલાબ નગરની નીચે પાણીના ટાંકાની બાજુમાં ઝુપડું બનાવીને રહેતા હિતેશ ધીરુભાઈ સોલંકી નામના 20 વર્ષના દેવીપુજક યુવાને પોતાના માથા પર લાકડાનો ધોકો ફટકારી ઈજા પહોંચાડવા અંગે પોતાના પાડોશમાં જ રહેતા અને પોતાના બનેવી રાધનભાઈ બચુભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે તેને ઈજાગ્રસ્ત હાલતમાં જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના બેન ના ઘરે જઈને બળતણ માટેનું લાકડું લીધું હતું, જે લાકડું લઈ જવાના મામલે બનાવીએ તકરાર કરી હતી, અને ઉસકેરાટમાં આવી જઈ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે. 


Google NewsGoogle News