Get The App

વડોદરા બાદ દમણમાં રફ્તારનો કહેર, કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત

Updated: Mar 15th, 2025


Google News
Google News
વડોદરા બાદ દમણમાં રફ્તારનો કહેર, કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત 1 - image


Daman Accident: ગુજરાતમાં વાહનોની બેફામ રફતારનો કહેર યથાવત રહ્યો છે. વડોદરા હિટ એન્ડ રનની ઘટના બાદ દમણમાં પણ બેફામ રફતારનો કેર જોવા મળ્યો છે. જ્યા બેફામ કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. 

અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી 

દમણમાં ખારીવાડ વિસ્તારમાં શનિવારે (15મી માર્ચ) નબીરાએ કાર બેફામ હંકારીને બે વાહનને ટક્કર મારી હતી. જેમાં બે વ્યક્તિને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં ગુંડાગર્દી કરનારાઓના ઘર પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ, ગુંડાઓનો હિસાબ ચૂકતે કરાશે


વડોદરા હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત 

ઉલ્લેખનીય છે કે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક મિત્ર સાથે કારમાં જતા નબીરાએ પૂરપાટ ગતિએ અન્ય વાહનો પર જતા લોકોને ફંગોળી નાખ્યા હતા. જેમાં હેમાલી પટેલ નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

વડોદરા બાદ દમણમાં રફ્તારનો કહેર, કાર ચાલકે બે વાહનોને અડફેટે લેતા એક વ્યક્તિનું મોત 2 - image


Tags :
Daman-Accidentcar-driverHit-And-Run

Google News
Google News