યાકુતપુરા વિસ્તારમાંથી નશાકારક સીરપ સાથે એક વ્યક્તિની અટકાયત
વડોદરા ને યાકુતપુરા વિસ્તારમાં એકદમ દંપતિ નશાકારક સીરપ નું વેચાણ કરતું હોવાની વિગતોને પગલે પોલીસે દરોડો પાડી એક વ્યક્તિની અટકાયત કરી છે.
યાકુતપુરા વિસ્તારમાં પહેલવાનના ખાંચા નજીક રહેતો ફિરોજ શેખ અને તેની પત્ની પ્રતિબંધિત નશાકારક સીરપ નો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની માહિતી મળતા એસ ઓ જી ની ટીમે દરોડો પાડયો હતો.
જે દરમિયાન 3,7 50 ની કિંમત ની કોડીન સીરપ ની 25 બોટલ મળી આવતા પોલીસે ફિરોજ શેખની અટકાયત કરી હતી. સીરપ ની બોટલો ક્યાંથી લાવતો હતો,કેટલા સમયથી લવાતો હતો અને કોને કોને વેચાણ કરતો હતો તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.