સ્ટોન ચોંટાડવાના પતરાના શેડમાં ચાલતા યુનિટની આગમાં દાઝેલા વધુ એક નું મોત

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
સ્ટોન ચોંટાડવાના પતરાના શેડમાં ચાલતા યુનિટની આગમાં દાઝેલા વધુ એક નું મોત 1 - image


- સીમાડાના વાલમનગરમાં મકાનના ત્રીજા માળે

- ગમને પાતળું કરવાની કામગીરી વેળા આગ ફાટી નીકળી હતી એકનું મોત થયું હતું, દાઝેલા ૮ પૈકી વધુ એક કારીગરે દમ તોડયો

સુરત :

સીમાડાનાકામાં એક મકાનમાં ત્રીજા માળે સ્ટોન ચોટાડવાની સીટ બનાવવાના પતરાના શેડમાં અઠવાડીયા પહેલા લાગેલી ભીષણ આગમાં દાઝી ગયાલા ૮ વ્યકિત પૈકી એક કામદારનું સારવાર દરમિયાન બુધવારે રાતે મોત થયુ હતું. આ સાથે આ બનાવમાં કુલ મૃત્યુઆંક બે થયો હતો.

ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ સરથાણામાં સીમાડા બી.આર.ટી.એસ પાસે ખાડી નજીક વાલમનગરમાં ત્રીજા માળે પતરાના સેડમાં સ્ટોન ચોટાડવાની સીટ બનાવવા અંગેના ખાતામાં ગત તા.૨૬મીએ સવારે ગમને પાટળુ કરતી વખતે અચાનક આગ ભડકી ઉઠી હતી. જોતજાતામાં આગે ફેલાઇને વિકરાળ સ્વરૃપ ધારતા ત્યાં હાજર જયેશભાઇ સહિત ૯ વ્યકિત આગની ઝપેટમાં આવતા દાઝી ગયા હતા. જયારે બાકીને અન્ય કારીગરો જીવ બચાવીને ત્યાંથી ભાગી જતા બચી ગયા હતા. દાઝી ગયેલા ખાતુ ચલાવતા જયેશભાઇ વસૌયા (ઉ-વ-૩૫), કુંજરાબેન વસાવા (ઉ-વ-૨૦), દિનેશ ભોળારામ રબારી (ઉ-વ-૨૧) અને રોહન વિક્રમ વસાવા (ઉ-વ-૧૮)ને ખાનગી હોસ્પિટલમાં અને દીશાંત નિલેશ વસાવા (ઉ-વ-૧૭), અખિલેશ ઉર્ફે કુંદન કિશનદેવ યાદવ (ઉ-વ-૨૭),વિકાસ રામકેવલ યાદવ (ઉ-વ-૨૨),વિવેક મુકેસ વસાવા(ઉ-વ-૧૫)ને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાં પરેશ ગોવિંદ વસાવા (ઉ-વ-૨૩-રહે- હાલ-સીમાડામાં વાલમનગરમાં ખાતામાં અને મુળ દેડીયાપાળાના સહજનવાવગામનો વતની)ને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.  જયારે દાઝી ગયેલા અખિલેશનું સ્મીમેરમાં સારવાર દરમિયાન ગત રાતે મોત નીંપજયું હતું. આ સાથે આ બનાવમાં કુલ બે કામદોરો મોતને ભેટયા હતા. જયારે અખિલેશ મુળ બિહારના સમસ્તીપુરનો વતની હતો. તે ખાતામાં કામ કરતો અને ત્યાં જ રહેતો હતો. આ અંગે સરથાણા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News