કેનેરા બેન્કના ગોલ્ડ મેનેજરની ઓળખ આપી છેતરપિંડી કરતા ભેજબજ સામે વધુ એક ગુનો દાખલ
Image Source: Freepik
કેનેરા બેન્કના ગોલ્ડ મેનેજર તરીકે ઓળખાણ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ભેજાબાજ વિશાલ ગજ્જર સામે વધુ એક ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાય છે
ગોરવા પંચવટી સોસાયટીમાં રહેતા અનોપસિંહ જાડેજા ઇલેક્ટ્રીક કોન્ટ્રાક્ટ નું કામ કરે છે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવી છે કે એક વર્ષ પહેલા મારા મિત્ર હિમાંશુ એ મને કહ્યું હતું કેનેરા બેન્ક માંગલપુર શાખા માં ગોલ્ડ લોનનું વ્યાજ ખૂબ જ ઓછું છે. મારી ગોલ્ડ લોન બજાજ ફાઇનાન્સમાં ચાલતી હોય હિમાંશુ એ મને કહ્યું હતું કે બેંકમાં લોન ટ્રાન્સફર કરાવી હોય તો વિશલ સાહેબ છે તેમને ફોન કરીને મળી આવજો તેણે મને વિશાલભાઈ નો નંબર આપ્યો હતો હું વિશાલભાઈ ને મળવા બેંકમાં ગયો ત્યારે તેનું પૂરું નામ વિશાલ જયંતીભાઈ ગજ્જર જણાવ્યું હતું અને પોતે માંગલપુર કેનેરા બેન્કમાં ગોલ્ડ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. મેં બજાજ ફાઇનાન્સમાં ચાલતી મારી લોન બંધ કરાવી કેનેરા બેન્કમાં ગોલ્ડ લોન કરાવી હતી ત્યારબાદ અમારા વચ્ચે મિત્રતા વધી હતી તારીખ 18 10 2013 ના રોજ વિશાલે મને ફોન કરી કહ્યું હતું કે મારે ગોલ્ડ લોન નો ટાર્ગેટ પૂરો કરવાનો છે તમારી પાસે સોનું હોય તો ગોડલી લોન કરાવવા માટે મને થોડા દિવસમાં પરત આપી દે જેથી અમે 23 તોલાના સોનાના દાગીના વિશાલ ને આપ્યા હતા ત્યારબાદ વિશાલ ભાગી ગયો હતો
આ ઉપરાંત મારુ પંચવટી સોસાયટીનું મકાનની લોનના ફોર્મમાં તથા કોરા વાઉચર અને કાગળ ઉપર વિશાલ તથા અજય પઢિયારે મારી પાસે પંજાબ નેશનલ બેંકમાં સહીઓ કરાવી લોન એ થતા લોનના 40 લાખ રૂપિયા લલિત ટ્રેડર્સ ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા આ છેતરપિંડીમાં બેંકના કર્મચારીઓ પણ મળેલા હોય તેવો મને શક છે.