બેન્ક ઓફ બરોડાના ચકચારી લોન કાંડમાં વધુ એક લાભાર્થીની ધરપકડ
- કાંડમાં તત્કાલીન બેંક મેનેજર સહિત 7 શખ્સ જેલ હવાલે કરાયા
- એક વર્ષ દરમિયાન રૂા. 1.01 કરોડનું લોન કૌભાંડમાં આચરવામાં આવ્યું હતું
આ ચકચારી કાંડની જાણવા મળતી વિગત મુજબ બેંક ઓફ બરોડાની ભાવનગર શહેરની મોખડાજી સર્કલ બ્રાંચમાં સરકારની આ કલ્યાણકારી યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને ઈન્વોઈસ બીલોની મદદથી સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. એપ્રીલ-૨૦૨૩ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાની બેંક ઓફ બરોડાની બ્રાંચનું ઓડિટ થયું હતું.અને ઓડિટ દરમિયાન સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો.અને રૂા.૧.૦૧ કરોડનું બેંક લોન કૌભાંડ આચરાતા આખરે સમગ્ર કૌભાંડ બહાર આવ્યુ હતું.આ સમગ્ર કાંડમાં એસઆઇટીની ટીમે તત્કાલીન બ્રાન્ચ મેનેજર શિવશંકર ઝા ,બેન્ક કર્મચારી પ્રદીપ મારું , એજન્ટ હિતેશ દલપતભાઈ ગલચર , એજન્ટ રમેશ મગનભાઈ જાવિયા એજન્ટ જેસિંગ અરજણભાઈ રાઠોડ અને લાભાર્થી વૈભવ દોશીની ધરપકડ કરવામાં આવી હતી.અને ક્રમશ રીમં મેળવી હાલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.જ્યારે એસઆઇટીની ટીમે વધુ એક લાભાર્થી હિતેશ ચંદ્રકાંતભાઈ રાઠોડની ભાવનગરમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હોવાનું અને હાલ સાત શખ્સ જેલ હવાલે થયા હોવાનું એસઆઇટીનાં પીએસઆઈ વી.વી ધ્રાંગુએ જણાવ્યું હતું.