વડોદરામાં છાણી GSFC રેલવે ઓવર બ્રિજનો એક તરફનો માર્ગ બંધ રહેશે
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા છાણી જીએસએફસી રેલ્વે ઓવરબ્રિજ ઉપર રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરાતા એક તરફનો માર્ગ બંધ રહેશે, જ્યારે અકોટા-દાંડિયા બજાર રેલ્વે ઉપર બ્રિજ ઉપર પણ રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરી છે.
વડોદરા કોર્પોરેશનની બ્રીજ શાખા તરફથી રીસર્ફેસીંગની કામગીરીના ભાગરૂપે અકોટા-દાંડીયાબજાર રેલ્વે ઓવર બ્રીજ તા.24-04-2025 થી તા.22-06-2025 સુધી કામગીરી ચાલવાની છે. છાણી GSFC રેલ્વે ઓવર બ્રીજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી સંદર્ભે બીજનો એક તરફનો ભાગ સંપુર્ણ બંધ કરી તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે. છાણી, બાજવા ટી પોઈન્ટથી છાણી રેલ્વે ઓવર બ્રિજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી દરમ્યાન તમામ પ્રકારના વાહનો માટે રોડનો એક તરફનો ભાગ બન્ને તરફના વાહનો ઉપયોગ કરી જે તે સ્થળે જવા ડાયવર્ઝનનો ઉપયોગ સાવચેતી પુર્વક કરી જે તે સ્થળે જઇ શકશે. આ માટે પોલીસ કમિશ્નર દ્વારા પણ તા.17-03-2025 થી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.