Get The App

વડોદરા શહેરની બહાર ગૌચરની જગ્યામાં રખડતા પશુઓ શિફ્ટ કરવા કલેકટર પાસે એક લાખ ચોરસ મીટર જમીન માગી

- આઠ ગામની જમીન સરકારના ભરવા પાત્ર ચાર્જીસ ભરીને મેળવાશે

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News
વડોદરા શહેરની બહાર ગૌચરની જગ્યામાં રખડતા પશુઓ શિફ્ટ કરવા કલેકટર પાસે એક લાખ ચોરસ મીટર જમીન માગી 1 - image


વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર

વડોદરા શહેરના વસતા પશુપાલકોના પશુઓને વડોદરા શહેરની બહાર ગૌચર ની જગ્યામાં શિફ્ટ કરી શકાય તે માટે કલેકટર સમક્ષ એક લાખ ચોરસ મીટર જમીન ની માંગણી કોર્પોરેશન દ્વારા કરી છે. આ માટે સ્ટેન્ડિંગ સમિતિમાં દરખાસ્ત મંજૂર કરીને અંતિમ નિર્ણય માટે જનરલ બોર્ડમાં મંજૂરી માટે મોકલી અપાઈ છે.

વડોદરા શહેરની બહાર ખટંબા, ચિખોદરા, તલસટ, આલમગીર, વિરોદ,અણખોલ, અંપાડ અને કોયલી ગામમાં જગ્યા માંગી છે. એક ગામ દીઠ 12500 ચોરસ મીટર એટલે કે આઠ ગામની એક લાખ ચોરસ મીટર જમીન થાય છે. વડોદરામાં રખડતાં પશુઓને કારણે ટ્રાફિક, ગંદકી અને અકસ્માતના પ્રશ્નો ઊભા થયા છે. 

નાગરિકોને આના લીધે થતી તકલીફ દૂર કરવાની મેયર દ્વારા શહેરની હદ બહાર નક્કી કરવામાં આવેલા વિવિધ વિસ્તારો માટે પશુઓ રાખવા જગ્યાની ફાળવણી કરવા કલેકટર તરફથી જગ્યા મેળવવા સૂચન કરતા આ સંદર્ભે નીતિ વિષયક નિર્ણય લેવો જરૂરી હતો. શહેરની બહાર ચારે વિસ્તારમાં સરકારના ધારાધોરણ પ્રમાણે ભરવાપાત્ર ચાર્જીસ ભરીને જગ્યા મેળવાશે. 8 ગામના નક્કી કરેલા સર્વે નંબરો ધરાવતી આ જમીન માટે સરકારમાં માગણી કરવામાં આવશે.

Vadodara

Google NewsGoogle News