પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એકની હત્યા, 30 લોકો સામે ફરિયાદ, 4 આરોપી ઝડપાયા

પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કર્યા બાદ સમજાવટથી મામલો થાળે પડ્યો

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણમાં એકની હત્યા, 30 લોકો સામે ફરિયાદ, 4 આરોપી ઝડપાયા 1 - image


Prantij Group Clash: સાબરકાંઠાના પ્રાંતિજના ખોડિયાર કૂવા મોટામાઢ વિસ્તારમાં બુધવારે રાત્રે પૈસાની લેતીદેતી મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ મામલે પ્રાંતિજ પોલીસે 17 આરોપીઓ અને 30 લોકોના ટોળા સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. પોલીસે ચાર આરોપી મહમંદ સોહીલ સિરાજમીયાં કુરેશી,નાઝીમમીયાં કરમીમીયાં મલેક, વસીમમીયા ઉર્ફે ભગત ઐયુબમીયાં કુરેશી અને સમીરખાન હારુનરસીદ ઘોરીની ધરપકડ કરી લીધી છે.

જાણો શું છે સમગ્ર મામલો

પ્રાંતિજના ખોડિયાર કૂવા મોટામાઢ વિસ્તારમાં બુધવાર રાત્રિના દસ વાગ્યાની સમયે 17 શખસો સહિત 30 લોકોના ટોળાએ લાકડી, પાઈપ અને પથ્થરો સહિતના હથિયારો સાથે આવી મયુરભાઈ પાસે પૈસાની લેવડદેવડ બાબતે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. ઈકો ગાડીમાં તોડફોડ કરતા આસપાસના લોકોએ ઝઘડો કરવા ના પાડી હતી. ટોળાએ અપશબ્દો બોલીને રાજુ કાન્તીભાઈને ખેંચીને લઈ જઈ લોંકડની પાઈપ માથાના ભાગે મારીને ગડદાપાટુનો મારમાર્યો હતો. જેને લઇ રાજુભોઇને તાત્કાલિક સારવાર માટે પ્રાંતિજની સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર મળે તે પહેલા જ રાજુભાઈનું મોત નિપજ્યું હતું. મૃતકના પુત્ર બિપીને ઢોર મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાની પોલીસને જાણ કરતા જ ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રાંતિજપોલીસ સ્ટેશનમાં મૃતકના પુત્રએ 17સામે નામજોગ સહિત 30 લોકોના ટોળા સામે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. 


Google NewsGoogle News