Get The App

બે મિત્રો વચ્ચે મારામારી થતા એક ઇજાગ્રસ્ત, બીજાએ ઝેરી દવા પીધી

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
બે મિત્રો વચ્ચે મારામારી થતા એક ઇજાગ્રસ્ત, બીજાએ ઝેરી દવા પીધી 1 - image


- બંને મિત્રને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા

- બંને મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી મામલે બોલા ચાલી થઈ જતાં લોખંડના પાઇપ વડે મારમારી થઈ હતી

ભાવનગર : ભાવનગરના ચાવડી ગેટ, ફાચરિયા વાળી શેરી નં.૦૪ માં રહેતા બે મિત્ર વચ્ચે પૈસાની લેતી દેતી મામલે બોલા ચાલી થઈ જતાં મિત્રએ મીરાના ઘરે જઈ લોખંડના પીએસઆઈ પાઇપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી.જ્યારે મરનાર મિત્રએ ધરે જઈ ઉધઈ મારવાની દવા પી લીધી હતી.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગરના ચાવડી ગેટ, ફાચરિયા વાળી શેરી નં.૦૪ માં રહેતા અશોકભાઈ જેનતીભાઈ મકવાણા ગત તા.૨૬ ડિસેમ્બર ૨૦૨૪ ના બપોરના એક ઘરે હતા. તે દરમ્યાન મહિલાએ કહેલ કે, મારામાં ફોનમાં તમારા મિત્ર અશોક કનૈયાલાલ બારૈયાના ફોન આવેલ છે આથી અશોકભાઈ જેનતીભાઈ મકવાણા  સાંજના સાતેક વાગ્યે તેના ઘરે શેરી નં ૦૬ માં જઈને કહેલ કે, તુ મારી મહિલાને શા માટે ફોન કરે છો, આથી અશોકભાઈ કનૈયાલાલ બારૈયા એકદમ ઉશ્કેરાય અને ગાળો દેવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા અશોકભાઈ જેનતીભાઈ મકવાણા  ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને જતા જતા અશોક કનૈયાલાલ બારૈયા કહેતો ગયેલ કે, આજે તુ બચી ગયેલ છો પણ હવે જો સામો આવ્યો તો, જાનથી મારી નાખવાનો છે તેવી ધમકી આપી હતી.આ બનાવનું લાગી આવતા અશોકભાઈ જેનતીભાઈ મકવાણા એ ઘરે આવીને ઉધઈ મારવાની દવા પી ગંભીર હાલતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોકભાઇએ મિત્ર વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.જ્યારે સમાં પક્ષે ચાવડી ગેટ, ફાચરિયા વાળી શેરી નં.૦૪ માં રહેતા અશોકભાઈ કનૈયાલાલ બારૈયાએ મિત્ર અશોકભાઈ જેનતીભાઈ મકવાણાને.પાંચ મહિના પહેલા પાંચ હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા.આ રૂપિયા મિત્ર પાસે માગતા મિત્રએ તેની દાજ રાખી સાંજના સાડા સાતેક વાગ્યે ઘરે હતા. તેવામાં મિત્ર અશોક જેન્તી ભાઈ મકવાણા તથા તેના જમાઈ રાજપાલ તથા રાજપાલના મિત્ર ઘરે આવ્યા હતા. અને ઘરનુ બારણુ જોરજોરથી ખખડાવવા લાગેલ આથી અશોકભાઈ કનૈયાલાલ બારૈયાએ ઘરનુ બારણુ ખોલેલ ત્યારે મિત્ર અશોકના હાથમાં રહેલ લોખંડનો પાઇપ  મારવા જતા મે જમણો હાથ પર ઝીંકી દેતા ઈજા થઈ હતી. ત્યારબાદ રાજપાલ તથા તેના મિત્રના હાથમાં ધોકા હોય જે રાજપાલ ડાબા હાથમાંની આંગળી પર મારતા એક ઘા કર્યો હતો. અને તેના મિત્રએ માથાના ભાગે ઘા ઝીંકી ગંભીર ઈજા થઈ હતી. હતો જે મારામારીમા મારા વિજયભાઈ તથા રાજુભાઇ વચ્ચે પડી વધુ માર મારતા બચાવી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે અશોકભાઈ કનૈયાલાલ બારૈયાએ ત્રણ શખ્સ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News