ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ, વડાલા-પાટિયા નજીકના બ્રિજ પરની ઘટના
Robbery In Kheda: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડા અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક બ્રિજ પર 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે. કારમાં આવેલા ચાર શખસોએ અનાજના વેપારીને કરોડ રૂપિયાની રકમ લૂંટીને લૂંટારુંઓ ફરાર થઈ જતાં પોલીસ તપાસમાં જોતરાઈ છે.
લૂંટની ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર
મળતી માહિતી અનુસાર, ખેડાના વડાલા નજીકના બ્રિજ પર આજે (21મી જાન્યુઆરી) કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં બેસીને અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી.