ઘરના વાડામાં જ ગાંજાના છોડનું વાવેતર : એકની ધરપકડ
Vadodara Marijuana Plantation : પાદરા નજીક આવેલા જાસપુર ગામે પરબડીવાળા ફળિયામાં રહેતો જગદીશ અશોક સોલંકી પોતાના ઘેર ગાંજાનો જથ્થો રાખીને વેચાણ કરે છે તેવી માહિતીના આધારે જિલ્લા એસઓજીએ દરોડો પાડી મકાનના વાડામાંથી ગાંજાનો જથ્થો એક કિલો 20 ગ્રામ તેમજ ગાંજાના છોડ 8 નંગ બે કિલો 848 ગ્રામ વજનના મળ્યા હતા. પોલીસે ગાંજાનો જથ્થો લીલા ગાંજાના છોડ, એક મોબાઇલ મળી 43,680નો મુદ્દામાલ કબજે કરી જગદીશ સોલંકીની પણ ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.