Get The App

ગોધરામાં ટ્રેનના શૌચાલયમાં રાખેલા થેલામાંથી મળ્યું દોઢ માસનું બાળક, પોલીસે શરૂ કરી માતા-પિતાની શોધખોળ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
Baby Found In Train Toilet At Godhara


Baby Found In Train Toilet At Godhara : ગોધરા રેલવે સ્ટેશન ખાતે કોટા-વડાદોરા ટ્રેનના જનરલ કોચના ડબ્બાના શૌચાલયમાંથી ત્યજી દેવાયેલું દોઢ માસનું બાળક મળતા ચકચાર મચી ગઈ. બાળકના રડવાનો અવાજ આવતા મુસાફરે શૌચાલય ખોલ્યું તો તેમાં એક થેલો મળી આવ્યો હતો. જેને ખોલવામાં આવતા તેમાં એક બાળક હતું. બાળકને કોઈ છોડીને જતુ રહ્યું હોવાની ઘટના સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે બાળકને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું છે અને ફરિયાદ નોંધી બાળકના માતા-પિતાની તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચો : નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી

ટ્રેનના શૌચાલયમાં થેલામાંથી મળ્યું બાળક

પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર-1 પર વડોદરા-કોટા પેસેન્જર ટ્રેનમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાને લઈને બાળકને ત્યજી દેનારા માતા-પિતા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે, હાલ બાળક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ અને સ્વસ્થ છે. જ્યારે પોલીસે ત્યજી દીધેલા બાળકના માતા-પિતાની શોધખોળ શરૂ કરી છે.


Google NewsGoogle News