ચારધામ યાત્રાના બહાને સિનિયર સિટીઝન પાસેથી દોઢ લાખ પડાવી લીધા
સુભાનપુરા ન્યુ આઇપીસીએલ રોડ પર આસ્થા એવન્યુમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા મનોહરભાઈ બાલકૃષ્ણભાઈ કાનિટકરે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2023 માં facebook પર સર્ચિંગ દરમિયાન ભાગ્યશ્રી ટ્રાવેલ્સ ના નામના ફેસબુક આઇડી પર ચારધામ યાત્રા કરવા માટેની જાહેરાત હતી અને વ્યક્તિ દીઠ રૂપિયા 22,500 હતા. તે જોઈને મેં આ યાત્રા માટે વધુ વિગતો જાણવા માટે મેસેજ કર્યો હતો. તેઓએ વળતો જવાબ આપી માહિતી આપી હતી તેમના પર અમને વિશ્વાસ આવી જતા ચારધામ યાત્રામાં જવા માગતા હોય ફેબ્રુઆરી 2023માં તેમણે મને ફોન કરી જણાવ્યું હતું કે હું ભુપેશ સુરતી બોલું છું અમે હરિદ્વારથી યાત્રા શરૂ કરવા માટે ભુપેશ સુરતી એ વ્યક્તિ દીઠ 22,500 નું પેકેજ બુક કરવા માટે જણાવ્યું હતું. અમને યોગ્ય લાગતા અમે રસ દાખવ્યો હતો ત્યારબાદ માર્ચ મહિનામાં ભૂપેશ સુરતી અમારા સરનામે રૂબરૂ આવ્યા હતા ને અમને વિશ્વાસ અપાવ્યો હતો. મારી તથા મારા પત્ની પ્રભાવતીબેન તથા મારા સાળી નીલાબેન કુલકર્ણી તથા મારા ભાઈ ઉમાકાંત મારા ભાભી રાજશ્રી એમ મળીને કુલ પાંચ વ્યક્તિઓની ચારધામ યાત્રા માટે 1.12 લાખમાં પેકેજ નક્કી કર્યું હતું. ભૂપેશ સુરતી એ અમારા પાસે આધારકાર્ડ તથા મોબાઈલ નંબર ની માહિતી માંગતા મે તેમના whatsapp પર મોકલો આપી હતી અને તેના એકાઉન્ટમાં 20,000 રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ ભુપેશ સુરતી એ રજીસ્ટ્રેશન અંગેની સોફ્ટ કોપી whatsapp પર મોકલી આપી હતી તેણે અમને કેદારનાથ થી ચારધામ યાત્રા જવા માટે હેલિકોપ્ટરના બુકિંગ બાબતે વાત કરતા તેણે હેલિકોપ્ટર બુકિંગ માટે અલગથી 47,500 ની માંગણી કરતા અમે તે રૂપિયા પણ ચૂકવી દીધા હતા.
ત્યારબાદ તેણે સ્વખર્ચે અમને હરિદ્વાર આવવા જણાવતા અમે તારીખ 12 5 2013 ના રોજ હરિદ્વાર પહોંચ્યા હતા. ભૂપેશે અમને લેવા માટે ટેક્સી મોકલી હતી ટેક્સી ડ્રાઇવર અમને ધર્મશાળામાં લઈ ગયો હતો પેકેજ મુજબ તેનું ભાડું ચૂકવવાનું હતું પરંતુ તેને ચૂકવ્યું ન હતું જેથી અમે ત્યાં રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ ગંગોત્રી જવાના રસ્તા પર ભુપેશે અમને હોટલ બુક કરી આપી હતી. આગળની યાત્રા માટે અમે ભૂપેશ નો સંપર્ક કરતા તેને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને અમારા નંબર બ્લેકલિસ્ટ માં નાખી દીધા હતા. ચારધામની યાત્રા કરવાના બહાને તેણે અમારી પાસેથી 1.5 લાખ લઈ યાત્રા કરાવી ન હતી અને પૈસા પણ પરત ચૂકવ્યા ન હતા
ગોરવા પોલીસે ભૂપેશ ભીમભાઇ સુરતી ( રહેવાસી પટેલ વાડી મલાડ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર )સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.