સુરત ગ્રામ્યમાં રાતે ધોધમાર વરસાદઃ ઉમરપાડામાં દોઢ, માંગરોળમાં પોણો ઇંચ
- બારડોલી અને માંડવીમાં અડધો ઇંચ : પ્રિમોન્સુન એકટીવીટી સાથે જિલ્લામાં છ તાલુકામાં મેઘમહેર
સુરત
સુરત જિલ્લામાં પ્રિમોન્સુન એકટીવીટી શરૃ થતા રવિવારની રાત્રીના છ તાલુકામાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. ખેતીલાયક વરસાદ શરૃ થતા ખેડુતો ખુશ થઇને ચોમાસાની ઋતુમાં વાવેતરનો આરંભ કરી દીધો હતો. અત્યાર સુધીમાં સુરત જિલ્લાનો કુલ ૧૪.૪ મિ.મિ વરસાદ નોંધાયો છે.
ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં પ્રિમોન્સુન એકટીવી શરૃ
થવાની સાથે જ વરસાદની આગાહી કરાઇ હતી. આ આગાહી વચ્ચે રવિવારની રાત્રીના ઉમરપાડામાં
દોઢ ઇંચ, માંગરોળમાં
પોણો ઇંચ, બારડોલી , માંડવીમાં અડધો
ઇંચ સહિત છ તાલુકામાં વરસાદી પાણી પડયુ
હતુ. જયારે આજે દિવસના કયાંય વરસાદ નોંધાયો હતો. આ વરસાદની સાથે જ અત્યાર સુધીમાં
સુરત જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૧૪.૪ મિ.મિ નોંધાયો છે. જેમાં માંગરોળ તાલુકામાં
સૌથી વધુ બે ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે ચોર્યાસી અને પલસાણા તાલુકામાં હજુ સુધી
દેમાર વરસાદ વરસ્યો નહીં હોવાથી ફલંડ કંટ્રોલના ચોપડે વરસાદ નોંધાયો નથી.