કિશનવાડી તથા રણમુખતેશ્વર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો બીજો વોન્ટેડ

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
કિશનવાડી તથા રણમુખતેશ્વર વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપી પકડાયો બીજો વોન્ટેડ 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 18 ફેબ્રુઆરી 2024, રવિવાર

કિશનવાડી તથા મુક્તેશ્વરની ચાલી માથી પોલીસે વિદેશી દારૂની 67 બોટલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે.

પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે કિશનવાડી સરકારી સ્કૂલ પાસે શ્રીજી રેસીડેન્સીમાં રહેતો નિલેશ ઉર્ફે ખડખડ રમણભાઈ કહાર વિદેશી દારૂ મંગાવી ઘરમાં રાખી વેચાણ કરે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા મકાનને લોક હતું નિલેશના સંબંધી પાસે ચાવી મંગાવીને સંબંધીને સાથે રાખી મકાન ખોલાવી જોતા રસોડામાં પ્લેટફોર્મની બાજુમાં થી વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા.

પોલીસે વિદેશી દારૂની 84 બોટલ રૂપિયા 42 હજારની કબજે કરી આરોપીને શોધખોળ હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં બાળી પોલીસે મળેલી માહિતીના આધારે રણ મુક્તેશ્વર ની ચાલી પાસે રહેતા દિપસિંહ ઉદેસિંહ રાઠોડ ને ત્યાં રેડ કરી હતી તેના ઘરની બહાર બાજુમાં આવેલા દાદર નીચેથી પોલીસને વિદેશી દારૂની 19 બોટલ કિંમત રૂપિયા 19 મળી આવી હતી.



Google NewsGoogle News