દિવાળીએ ઓવરટેકના મુદ્દે થયેલી માથાકુટનો ખાર રાખી યુવાન પર હુમલો
કાલાવડ રોડ પર સેન્ડવીચ લેવા ગયો હતો
કારમાં બેસેલા યુવાન પાસે જઈ બે શખ્સોએ મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોટ : દિવાળીના તહેવાર સમયે કાર ઓવરટેક કરવાના મુદ્દે થયેલી માખાટુનો ખારરાખી કાલાવડ રોડ પર કારમાં બેસેલા યુવાનને બે શખ્સોએ મારકુટ કરી ધમકી આપતા તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
કે.કે.વી. હોલ નજીક શાંતીનીકેતન એપાર્ટમેન્ટમાં રહેતાં
અને બાંધકમનાં વય્વસાયસાથે સંકળાયેલા
બ્રિજેશભાઈ રમેશભાઈ કમાણી ઉ.વ.૩૩ ગઈ તા.૪નાં કાર લઈન ેકાલાવડ રોડ પર સેન્ડવીચ લેવા
ગયા હતાં. ઓર્ડર આપી નજીકમાં તે કાર ઉભી રાખી તેમાં બેઠાલા હતા ત્યારે ત્યાં ધસી
આવેલા પ્રતીપાલસિંહ ગોહીલ અને મિતાંશુ આહીર નામના શખ્સોએ તેને ઢીકાપાટુનો માર
મારવા લાગ્યા હતાં. આથી તેણે તમે કોણ છો શું કારણથી મને મારો છો? ંકહેતા આરોપીઓએ
તારૃ નામ બ્રિજેશ છે? પુછતા
તેણે હા પાડતા આરોપીઓ તે દિવાળીના આગલા દિવસે અમારી સાથે કાર ઓવરટેક કરવા બાબતે
કેમ માથાકુટ કરી હતી? કહી ગાળો
દઈ તને જાનથી મારી નાખવો છે કહી મારકુટ કરી ભાગી ગયા હતાં.