સરકારી જમીન પર દબાણની અરજી કરનાર યુવાન પર હુમલો
- વિઠ્ઠલગઢમાં ભૂમાફિયાનો આતંક
- આરોપીએ યુવાનને ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી : એક સામે ગુનો
સુરેન્દ્રનગર : લખતર તાલુકના વિઠ્ઠલગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે એક શખ્સ દ્વારા સરકારી જમીન પર દબાણ અંગેની અરજી કરવાનું મનદુઃખ રાખી ગામમાં જ રહેતા વ્યક્તિ દ્વારા બોલાચાલી કરી ધોકાવડે મારમારી ઈજાઓ પહોંચાડયાની ફરિયાદ ભોગ બનનારે લખતર પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લખતરના વિઠ્ઠલગઢ ગામે રહેતા ફરિયાદી આનંદનભાઈ મેરાભાઈ ઉપદળાએ ગામમાં રહેતા ઈશ્વરભાઈ ઠુલેટીયા દ્વારા સરકારી જમીન પર કરેલા દબાણ અંગે નામજોગ અરજી કરી હતી. આનંદભાઇ વિઠ્ઠલગઢ ગામના બસ સ્ટેન્ડ પાસે હાજર હતા તે દરમિયાન પોતાના વિરૂદ્ધ અરજી કર્યાનું મનદુઃખ રાખી ઈશ્વરભાઈએ આનંદભાઇ સાથે બોલાચાલી કરી હતી અને પાવડાના હાથા જેવા ધોકા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ લખતર પોલીસ મથકે ઈશ્વરભાઈ અરજણભાઈ ઠુલેટીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.