મફતીયાપરામાં ભાઇના ઝઘડનાં વચ્ચે પડેલા યુવાન પર હુમલો
- ત્રણ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિને મારમાર્યો
- ધોકા, ધારીયા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા ત્રણ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના ટી.બી.હોસ્પીટલ પાછળ મફતિયાપરા વિસ્તારમાં ત્રણ શખ્સોએ સામાન્ય બોલાચાલી કરી એક મહિલા સહિત બે વ્યક્તિને લાકડાના ધોકા અને ધારીયાનો ઘા ઝીંકી ઈજાઓ પહોંચાડી હતી. આ મામલે ભોગ બનનાર શખ્સે એ-ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના ટી.બી. હોસ્પીટલ પાછળ મફતીયાપરા વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જગાભાઈ ઝાપડાના મોટાભાઈ છગનભાઈ ઝાપડા સાથે તેમની બાજુમાં રહેતા દુદાભાઈ ભરવાડ બોલાચાલી કરી રહ્યાં હતાં. આથી ફરિયાદીએ ત્યાં જતા દુદાભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદીને પથ્થર માર્યો હતો તેમજ અન્ય બે શખ્સોએ લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. દરમિયાન ફરિયાદીના પરિવારના અન્ય લોકો આવી જતા તેઓ છોડાવવા વચ્ચે પડયા હતા. ત્યારે ત્રણેય શખ્સોએ એકસંપ થઈ ફરિયાદીને માથાના ભાગે ધારીયું તેમજ વચ્ચે છોડાવવા પડેલ ભાવુબેનને પગે સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ગોપાલભાઈ જગાભાઈ ઝાપડાએ ત્રણ શખ્સો દુદાભાઈ કુંવરાભાઈ ભરવાડ, સીંધાભાઈ દુદાભાઈ ભરવાડ, ગોવિંદભાઈ દુદાભાઈ (ત્રણેય રહે.મફતીયાપરા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.