આજવા રોડ પર જૂના ઝઘડાની અદાવત રાખી હુમલો
પતિના અવસાનના બીજા દિવસે જ મહિલાને માર માર્યો
વડોદરા,આજવા રોડ પર જૂના ઝઘડાની અદાવતે મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ મહાકાળી સોસાયટીની સામે જયઅંબે ફળિયામાં રહેતા છાયાબેન પ્રકાશભાઇ પિલ્લાઇએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત તા. ૧૮ મી એ મારા પતિનું અવસાન થયું હતું. ૨૦ મી તારીખે અમે પરિવારના સભ્યો સાથે ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી નીરૃબેન સંજયભાઇ કહાર આવીને અમારા પરિવારને ગાળો બોલવા લાગ્યા હતા. ઝઘડાનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા મારા દિયેરનો છોકરો ઉદય રાજનભાઇ પિલ્લાઇ લોખંડની પાઇપ લઇને મને મારવા માટે દોડી આવ્યો હતો. પરંતુ, આજુબાજુના લોકોએ તેને પકડી લીધો હતો. ઉદયની પત્ની યામિનીબેને નીરૃબેનનું ઉપરાણું લઇ મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.