પ્રેમના પર્વના દિવસે પતિ અને સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ફિનાઈલ પીધું
- પાળિયાદ પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા અને જેઠાણી વિરૂદ્ધ ફરિયાદ
- કરિયાવર બાબતે તથા પતિને લગ્નેત્તર સંબંધ નહી રાખવાનું કહેતા પતિએ અને સાસરિયાએ ત્રાસ આપ્યો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લાઠી તાલુકાના પીપળવા ગામે સાસરું ધરાવતા અને હાલ પાળીયાદ પિયરમાં રહેતા શીતલબેન હરેશભાઈ ચૌહાણના લગ્ન ત્રણ વર્ષ પહેલા લાઠી તાલુકાના પીપળવા ગામે રહેતા ચંદુભાઇના પુત્ર હરેશ સાથે થયા હતા. દરમિયાનમાં લગ્નના એકાદ માસ બાદ સાસુ ગીતાબેન ચંદુભાઇ ચૌહાણ અને સસરા ચંદુભાઇ કલ્યાણભાઇ ચૌહાણ કરીયાવર બાબતે અવાર-નવાર મેણાં-ટોણાં મારી દુઃખ ત્રાસ આપી જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા. તેમજ પતિ હરેશને બીજી ી સાથે લગ્નેત્તર સંબંધ હોય જે બાબત શીતલબેનને ગમતી વાત ન હોવાથી પતિને લગ્નેત્તર સંબંધ નહી રાખવાનું કહેતા તે બાબતની દાઝ રાખી પતિ હરેશ અવાર-નવાર શારીરીક-માનસીક ત્રાસ આપતો હતો. ઉપરાંત શીતલબેન તેના પતિ હરેશ સાથે પીયરમા પાળીયાદ ખાતે લગ્નમા આવ્યા હતા ત્યારે પતિ હરીશે પીયરમાં મોબઇલમાં કોની સાથે વાતચીત કરે છે તેમ કહી શીતલબેનને ગાળો આપી ધમકી આપી આડેધડ ઢીકાપાટુંનો માર માર્યો હતો. આ બાબતે શીતલબેનને લાગી આવ્યું હતું અને તદુપરાંત જેઠાણી ચેતનાબેન દ્વારા પણ વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતા શીતલબેનને ત્રાસથી કંટાળી આજે ૧૪ ફેબુ્રઆરી ૨૦૧૪ના રોજ બજારમાંથી ફિનાઇલ ખરીદી ઘરે આવી રૂમમાં ફિનાઇલ ગટગટાવી લેતા તેમને ગંભીર હાલતે સારવાર માટે પાળિયાદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે શીતલબેને પતિ, સાસુ ,સાસરા, અને જેઠાણી વિરુદ્ધ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.