Get The App

માસિક શિવરાત્રિ નિમિત્તે સોમનાથમાં મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
માસિક શિવરાત્રિ નિમિત્તે સોમનાથમાં મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ 1 - image


જુનાગઢ પોલીસ બેન્ડ દ્વારા મહાદેવ સમક્ષ આરતી ધૂન પ્રસ્તુત કરાઈ  : જ્યોતપૂજન ,પાઠાત્મક લઘુરૂદ્ર, હોમાત્મક લઘુરૂદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી 

વેરાવળ, :  દેશના પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચે છે.મંગળવારે માસિક શિવરાત્રિ નિમિત્તે  જુનાગઢ પોલીસ બેન્ડ દ્વારા સોમનાથ મહાદેવ સમક્ષ આરતી ધૂન કરાઈ હતી.આ ઉપરાંતજ્યોતપુજન ,પાઠાત્મક લઘુરૂદ્ર, હોમાત્મક લઘુરૂદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી. તેમજ મધ્યરાત્રિએ મહાઆરતી યોજાઈ હતી જેમાં દેશ વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. 

ત્યારે આજરોજ પ્રણાલિકા અનુસાર વૈશાખ માસની માસિક શિવરાત્રિ પર શ્રી સોમનાથ મંદિર સમીપનયજ્ઞાશાળામાં ટ્રસ્ટના સચિવશ્રી યોગેન્દ્ર ભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટ પરિવાર દ્વારા શાોકત પ્રણાલિકા અનુસાર લઘુરૂદ્ર યજ્ઞા કરવામાં આવ્યો હતો. આ સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક તીર્થ પુરોહિતો પાસે શ્રી સોમનાથ મંદિરમાં દૈનિક  121 રૂદ્રી પાઠ કરાવીને પાઠાત્મક લઘુરૂદ્ર કરાવવામાં આવે છે. ત્યારે આજે વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક લઘુરૂદ્ર, હોમાત્મક લઘુરૂદ્ર, અને સોમેશ્વર મહાપૂજા કરીને મહાદેવને વિશ્વ કલ્યાણની કામના કરવામાં આવી હતી.

સાથેજ રાત્રીના સમયે સોમનાથ ખાતે પ્રણાલિકા અનુસાર રાત્રિના પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું.પૂજનના અંતે સચિવશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવેલ.આ વિશેષ અવસરે જુનાગઢ પોલીસ બેન્ડ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં બેન્ડના તમામ વાજિંત્રો સાથે સંગીત આરતી અને ધૂન વગાડીને કલા સાધના કરવામાં આવી હતી મહાદેવની મહાપૂજા કર્યા બાદ મધ્ય રાત્રિએ 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. માસિક શિવરાત્રીની મહા આરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટયા હતા. હરહર મહાદેવ, જય સોમનાથના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠયું હતું.


Google NewsGoogle News