Get The App

વરસાદના જોર સામે ખેલૈયાનુ જોમ ભારે પડ્યું: દશેરાના દિવસે સુરતમાં ધોધમાર વરસાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
વરસાદના જોર સામે ખેલૈયાનુ જોમ ભારે પડ્યું: દશેરાના દિવસે સુરતમાં  ધોધમાર વરસાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા 1 - image


હવામાન વિભાગની આગાહી પ્રમાણે દશેરાના દિવસે સુરતમાં ગરબા પહેલા વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી.  જોકે, વરસાદના જોર સામે ખેલૈયાઓનું જોમ ભારે પડ્યું હતું.  દશેરાના દિવસે સુરતમાં  ધોધમાર વરસાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ઝુમ્યા હતા.ગરબા વચ્ચે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છતાં ખેલૈયાઓએ મેદાન છોડ્યું નહીં, ગરબા ની કાલે વરસતા વરસાદમાં પણ  માતાજીની આરાધના કરી  વરસાદની પરવાહ કર્યા વિના શહેરના અનેક વિસ્તારોમાં ધમાકેદાર ગરબા થયા હતા.

સુરતમાં નવરાત્રીના નવ દિવસ ધંધાદારી ગરબા સાથે અનેક રહેણાંક સોસાયટીઓમાં પણ ગરબાનું મોટા પાયે આયોજન થયું હતું. નવ દિવસમાં થી કેટલાક દિવસ વરસાદનું હળવું વિઘ્ન રહ્યું હતું પરંતુ દશેરાના દિવસે સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.  વરસાદ જાણે સુરતીઓને ગરબા રમવા દેવા માંગતો ન હોય તેમ ધોધમાર પડ્યો હતો. પરંતુ સુરતના ખેલૈયાઓ પણ જાણે વરસાદને ચેલેન્જ આપતા હોય તેમ મેદાનમાં અડીખમ રહ્યાં હતા.ગઈકાલે તો વરસાદમાં રવમા માટે સુરતીઓએ જુગાડ શોધી કાઢ્યો હતો અને પાર્કિંગના પેસેજમાં ગરબા રમ્યા હતા પરંતુ આજે વરસાદનું જોર વધુ હતું તો તેની સામે સુરતીઓનો ગરબા રમવાનો જોમ પણ વધારે જોવા મળ્યો હતો. 

એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતો હતો ત્યારે બીજી તરફ સુરતની અનેક રહેણાંક સોસાયટી અને કોટ વિસ્તારમાં સુરતીઓનો ઉત્સાહ આ ભારે વરસાદમાં  પણ  ખેલૈયાઓએ મેદાન છોડ્યું ન હતું અને ગરબે રમતા જોવા મળ્યા હતા. શહેરના અનેક રહેણાંક સોસાયટીઓમાં વરસતા વરસાદમાં ખેલૈયાઓ માતાજીના ગરબા ગાઈને આરાધના કરતા જોવા મળ્યા હતા. વરસતા વરસાદમાં માતાજીના ગરબા, સનેડો સહિત અનેક ગીતો પર સુરતી ખેલૈયાઓએ ધુમ મચાવી હતી.

દશેરાના દિવસે વરસાદના કારણે ગરબા મોડા શરૂ થયા હતા પરંતુ  ગરબા માંડ શરુ થયા અને માહોલ જામે તે પહેલાં તો ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, સુરતીઓ પણ વરસાદને ચેલેન્જ આપતા હોય તેમ ગરબાનું મેદાન છોડ્યું ન હતું અને વરસતા વરસાદમાં પણ મન મુકીને ઝુમ્યા હતા. ભારે વરસાદમાં બાળકોથી માંડીને મોટેરાઓ સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આમ દશેરાના દિવસે  સુરતના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો હતો પરંતુ સુરતીઓએ વરસાદને પણ માત આપીને વરસતા વરસાદમાં ગરબે ઘુમીને માતાજીની આરાધના કરી હતી.


Google NewsGoogle News