Get The App

વડોદરામાં દારૂનું કટીંગ : SMC ટીમ પર હુમલો થતાં બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ : 60 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
વડોદરામાં દારૂનું કટીંગ : SMC ટીમ પર હુમલો થતાં બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ : 60 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ 1 - image


Vadodara Liquor Smuggling : વડોદરાના દરજીપુરા ખાતે દારૂના કટિંગની માહિતીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં બુટલેગરોના માણસોએ પથ્થરમારો કરતા અધિકારીઓએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ત્રણ વ્યક્તિની દારૂના મોટા જથ્થા સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ફરી એકવાર હરણી પોલીસ વિવાદમાં આવી છે.

આંતરરાજ્ય દારૂની હેરાફેરીના ચાલતા નેટવર્કમાં બુટલેગરો પોલીસને ગેરમાર્ગે દોરવા જેમાં દારૂનો જથ્થો મોકલવામાં આવે છે, તેમાં ટ્રક હોય કે ટ્રેલરની આગળ પાછળની નંબરપ્લેટ ગુજરાત-મહારાષ્ટ્ર પાર્સીંગની અલગ-અલગ લગાવીને હેરાફેરીમાં ઉપયોગ થતો હોય છે. જે અંગે આજે સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં સમગ્ર વિગત બહાર આવી છે. જેમાં દારૂના જથ્થા સાથે આજવા રોડના ફિરોઝ દીવાન ફતેપુરા યાકુતપુરાના અલ્તાફ હુસેન અને એકતા નગર આજવા રોડના રતનસિંહ સોડાની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરામાં દારૂનું કટીંગ : SMC ટીમ પર હુમલો થતાં બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ : 60 લાખના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ 2 - image

આ પણ વાંચો: અમદાવાદ નજીક હિટ એન્ડ રનની ઘટના: નશામાં ધૂત યુવકે કાર ઘરમાં ઘૂસાડી, 1નું મોત, બે ઘાયલ

દરજીપુરા પાસે દારૂનો મોટા જથ્થાનું કટીંગ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે દરોડો પાડવા પહોંચેલી એસએમસી ટીમ ઉપર પથ્થરમારો થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. પોલીસની ટીમે બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાના નિશાન પણ ટ્રેલરની ડ્રાઈવર કેબીનના કાચ પર મળી આવ્યા છે. આરોપીઓએ પોલીસને ગુમરાહ કરવા ટ્રેલરની આગળ પાછળની નંબરપ્લેટ ગુજરાત-મહારાષ્ટ્ર પાર્સીંગની અલગ અલગ લગાવી હતી.


પોલીસે અંદાજે 20 લાખથી વધુનો દારૂનો જથ્થો, લકઝરીયસ કાર, ટ્રેલર સહીત અંદાજે 60 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે 3 આરોપીની અટકાયત કરી છે જયારે અન્ય 7 જેટલા આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. સ્થળ પર એફએસએલની ટીમે પણ સ્થળ પર પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના કારણે હરણી પોલીસની સામે સવાલો ઉઠ્યા છે. કેસમાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત પાંચ આરોપી વૉન્ટેડ જાહેર કરાયા છે.


Google NewsGoogle News