Get The App

જામનગરમાં રીક્ષા ચાલક પિતા, પુત્ર અને તેના ભાણેજ પર હિચકારો હુમલો : ત્રણ સામે ફરિયાદ

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
જામનગરમાં રીક્ષા ચાલક પિતા, પુત્ર અને તેના ભાણેજ પર હિચકારો હુમલો : ત્રણ સામે ફરિયાદ 1 - image


Jamnagar Crime : જામનગરમાં કબીર નગર નજીક હુસેની ચોકમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા સલીમ ખાન કરીમખાન પઠાણ નામના રીક્ષા ચાલકે પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર સરફરાજ અને ભાણેજ જાકીર ઉપર ધારીયા, છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી નાની મોટી ઈજા પહોંચાડવા અંગે જાવેદ બાપુ સૈયદ, જુનેદ ડોડીયા, અને અહેમદ ડોડીયા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પિતા પુત્ર અને ભાણેજ કે જેઓ પોતાના ઘેર જમતા હતા, જે દરમિયાન ત્રણેય આરોપીઓ જૂની અદાવતનું મન દુઃખ રાખીને ધસી આવ્યા હતા, અને આ હુમલો કરી દેતાં ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ત્રણેય હુમલાખોર આરોપીઓ સામે ગુનો નોંધી તેઓની શોધ ખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News