જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં આગ લાગ્યાની માહિતી મળતાં ફાયર તેમજ પોલીસતંત્ર દોડયું
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના નવા બિલ્ડિંગમાં આગજની ના બનાવ અંગેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. સવારે ૧૧ વાગ્યે નવા બિલ્ડીંગ ના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી છે, તેવી માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટુકડી ફાયર ફાયટર સાથે ઘટનાસ્થળે દોડી ગઇ હતી, અને માત્ર ૨૦ મિનિટમાં જ આગ બુજાવી દેવાની કામગીરી હાથ ધરી હતી.
જેઓની સાથે પોલીસ તંત્ર, હોસ્પિટલના નવા વેલ્ડીંગના સિક્યુરિટીના જવાનો, તથા તબીબો ની ટીમ પણ હાજર રહી હતી. ૨૦ મિનિટના સમગ્ર કવાયત પૂરી થઈ ગયા પછી વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ ને પૂર્ણ જાહેર કરાતાં પોલીસ તેમજ ફાયર ની ટુકડી વગેરે પરત ફરી હતી.