Get The App

અમરેલીમાં ખનીજ માફિયા બેફામ, ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલો

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
Amreli


Amreli Mine Employee Assaulted : અમરેલી જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, અમરેલીની શેત્રુંજી નદીમાં વહેલી સવારે ચેકિંગમાં ગયેલા ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલો કરાયો. કર્મચારીને માર મારી તેનો મોબાઇલ તોડી ત્રણ જેટલા લોકો ફરાર થઈ ગયા. સમગ્ર મામલે ત્રણ શખસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. 

ખનીજ વિભાગના કર્મચારી પર ત્રણ શખસોનો હુમલો

અમરેલીની શેત્રુંજી નદીમાં ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ખનીજ માફિયાઓ દ્વારા શેત્રુંજી નદીના પટમાંથી બેફામ ખનીજ ચોરી કરતાં હોવાની જાણકારી મળતાં ખનીજ વિભાગની ટીમ એક્શનમાં આવીને આ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 

અમરેલીમાં ખનીજ માફિયા બેફામ, ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલો 2 - image

આ પણ વાંચો : લોથલમાં બનશે વિશ્વનું સૌથી ઊંચું મ્યુઝિયમ, નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષને કેન્દ્રની લીલી ઝંડી

આ દરમિયાન અમરેલીમાં ખનીજ ચોરી કરતાં ત્રણ વ્યક્તિને રોકવા જતાં ખાણ ખનીજ વિભાગના કર્મચારી મુકેશ જોષી પર હુમલો કરવામાં આવ્યો. ઈજાગ્રસ્ત કર્મચારીને 108ના માઘ્યમથી અમરેલી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.


Google NewsGoogle News