Get The App

ફતેપુરામાં જૂના ઝઘડાની અદાવતે પિતા - પુત્ર પર હુમલો

આરોપીએ બેલ્ટ વડે હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી

Updated: Jan 22nd, 2025


Google NewsGoogle News
ફતેપુરામાં જૂના ઝઘડાની અદાવતે પિતા - પુત્ર પર હુમલો 1 - image

 વડોદરા,ફતેપુરામાં અગાઉના ઝઘડાની અદાવત  રાખી હુમલાખોરે યુવક અને તેના પિતા પર હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે કુંભારવાડા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

ફતેપુરા ભોઇવાડા કબ્રસ્તાન પાસે રહેતા ઇશામુદ્દીન સમસુદ્દીન સૈયદ તાળા - ચાવીનો વેપાર કરે છે. કુંભારવાડા  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે સવા સાત વાગ્યે હું તથા મારો પુત્ર હરણી રોડ ચંદ્રગુપ્ત એપાર્ટમેન્ટ નજીક એમ.આર.એફ. ટાયરની દુકાન  પાસે ઉભા હતા. તે સમયે સોહિલ ઉર્ફે બોટમ આવ્યો હતો. તેણે અગાઉ થયેલા  ઝઘડાની અદાવત રાખી મારા પુત્ર સાથે ઝઘડો શરૃ કર્યો હતો.  સોહિલે એકદમ ઉશ્કેરાઇને મારા પુત્રને માથામાં કમરનો પટ્ટો મારી દીધો હતો. હું છોડાવવા વચ્ચે પડતા મને પણ માર માર્યો હતો. મેં બૂમાબૂમ કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી તે ભાગી ગયો હતો.


Google NewsGoogle News