Get The App

મામાને છોડાવવા વચ્ચે પડેલા ભાણેજ પર હુમલો

પોલીસની ગાડી આવી જતા હુમલાખોરો ભાગી છૂટયા

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
મામાને છોડાવવા વચ્ચે પડેલા ભાણેજ પર હુમલો 1 - image

વડોદરા,મામાને છોડાવવા વચ્ચે પડેલા ભાણેજને હુમલાખોરોએ માર માર્યો હતો. એક હુમલાખોરે મામાની છાતીમાં તિક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. બનાવ અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તરસાલી સમૃદ્ધિ આનંદમમાં રહેતો નિલ સુનિલભાઇ ઉત્તેકર સેલ્સ મેન તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે રાતે સાડા આઠ વાગ્યે મારા મામા રમેશભાઇ ઉર્ફે મુન્નાભાઇના ઘરે દંતેશ્વર વામ્બે હાઉસિંગમાં ગયો હતો.તે સમયે હાઉસિંગના ગેટની બાજુમાં મારા મામાનો અજય ( પારસી) સાથે કોઇ બાબતે ઝઘડો થતા હું તેઓને છોડાવવા ગયો હતો. ત્યાં હાજર ગોવિંદ સરદાર એકદમ ઉશ્કેરાઇ  ગયો હતો. તે મને ગાળો બોલવા લાગ્યો હતો. અમારી વચ્ચે ઝપાઝપી થતા તેણે લોખંડના ડંડા વડે મને ડાબા  પગે ઇજા પહોંચાડી હતી. તે દરમિયાન ગોવિંદનો ભાઇ અને  પિતા  પણ આવી ગયા હતા. ચારેયે ભેગા મળીને મને માર માર્યો હતો. મારા મામાને તિક્ષ્ણ હથિયાર વડે છાતીમાં ઘા મારી દીધો હતો. તે દરમિયાન પોલીસની ગાડી આવી જતા  હુમલાખોરો ભાગી ગયા હતા.


Google NewsGoogle News