Get The App

પ્રેમલગ્ન કરનાર યુવક પર સાસરિયા પક્ષનો હુમલો, ગર્ભવતી પત્નીને ઉઠાવી ગયા, અરવલ્લીની ચોંકાવનારી ઘટના

Updated: Apr 5th, 2025


Google News
Google News
પ્રેમલગ્ન કરનાર યુવક પર સાસરિયા પક્ષનો હુમલો, ગર્ભવતી પત્નીને ઉઠાવી ગયા, અરવલ્લીની ચોંકાવનારી ઘટના 1 - image


Arvalli News : ગુજરાતના અરવલ્લીમાં પ્રેમ લગ્ન કરનારા દંપતી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. અરવલ્લીના રમોસ ગામમાં અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર યુવક પર હુમલો થયો હતો. યુવતીના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. હુમલો કરનારા શખ્સો ગર્ભવતી યુવતીનું અપહરણ કરીને જતાં રહ્યા હતા. સમગ્ર મામલે યુવકે પોલીસને જાણ કરી હતી. જો કે, પોલીસ ફરિયાદનો કોઈ જવાબ આપતી ન હોવાનો યુવકે આક્ષેપ કર્યો હતો. 

ગર્ભવતી યુવતીનું અપહરણ

મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકાના રમોસ ગામમાં આઠ વર્ષ પહેલા યુવકે અન્ય જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ યુવકના ઘરમાં તોડફોડ કરીને યુવક તેમજ પરિવારજનોને માર માર્યો હતો અને ગર્ભવતી યુવતીનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. 

આ પણ વાંચો: મૂળ અરવલ્લીની અને અમદાવાદમાં MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત, હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો

સમગ્ર ઘટના મામલે યુવકે ધનસુરા પોલીસની નબળી કામગીરી પર આક્ષેપ કર્યા હતા. યુવકે આક્ષેપ કર્યા હતા કે, 'ઘટનાના 24 કલાક બાદ પોલીસે કાર્યવાહી કરી ન હતી. રાજકીય ઈશારે હુમલો કરવામાં આવ્યો છે.' અન્ય જ્ઞાતિની યુવતીને સાથે લગ્ન મામલે અદાવત રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Tags :