જામનગરના બેડી વિસ્તારમાં વાઘેર યુવાન પર જૂની અદાવતના કારણે હુમલો: બે સામે ફરિયાદ
જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતા એજાજ અનવરભાઈ સંઘાર નામના 21 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બેડી વિસ્તારના જ રિઝવાન સાયચા, અને રિયાઝ સાયચા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી એઝાજ અને આરોપી રિઝવાન વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો, તેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.