ગીર ગઢડામાં દીપડાએ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી, અમરેલીમાં મકાનમાં ઘૂસેલો દીપડો થાકીને માળિયે સૂઈ ગયો
Leopard Attack In Amreli: અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આંતક સતત વધી રહ્યો છે. વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે, ત્યારે વધુ એક દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. ગીર ગઢડાના કોદીયા ગામે ઘરના રસોડામા બેઠેલી 4 વર્ષીય બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. બાળકીના મોતથી તેમના પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, કોદીયા ગામે માલધારીની માનવ વસવાટમાં રહેતાં વાઘા ભરવાડની ચાર વર્ષીય દિકરી ધ્રુવી પર માનવભક્ષી દીપડો તરાપ મારીને ફાડી ખાધી હતી. અચાનક ઘટના બનતા ત્યાં હાજર રહેલા લોકોએ દોડી ધ્રુવીને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. ઘટના જાણ થતા જ વન્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકીના મૃતદેહને પીએમ માટે ગીર ગઢડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
આ પણ વાંચો: આ પણ વાંચો: 40 કરોડ તો ગયા પાણીમાં! વધુ 52 કરોડ ખર્ચી ગુજરાતના ચર્ચિત બ્રિજનું થશે ડિમોલિશન-રિનોવેશન
માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો
આ ઘટના બાદ વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂર્યો છે. બાળકીના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળ્યો છે. લોકોની માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂરવા માગ ઉઠી છે.
રહેણાક મકાનમાં ઘૂસ્યો દીપડો
બીજી તરફ અમરેલીમાં ધારીના જળજીવડી ગામના દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી. દીપડાએ ગામમાં બે પશુનું મારણ કરી એક ઘરમાં ઘુસી ગયો હતો. ઘરમાલિકે સમયસૂચકતા વાપરીને દરવાજા-બારી બંધ કરી દીધા હતા. વન વિભાગે ટ્રાન્ક્વિલાઈઝર ગનથી દીપડાને બેભાન કરી માળીયેથી ઉતારી પાંજરે પૂર્યો હતો. દીપડાને જસાધાર એનીમલ કેર સેન્ટર ખાતે લઇ જવામાં આવ્યો.. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.