જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ભાણવડથી આવેલા કોન્ટ્રાક્ટર યુવાન અને તેના પિતરાઈ ભાઈ પર હુમલો
Image: Freepik
મૂળ ભાણવડ તાલુકાના કાટકોલા ગામમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય કરતા પરબતભાઈ દેવશીભાઈ આહિર (૩૬) પોતાના મામા દીકરા એવા પિતરાઈ ભાઈ અમિત ગાગલીયા સાથે ભાણવડથી જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવ્યા હતા, અને એક બેકરીમાં નાસ્તો કરીને બહાર નીકળી રહ્યા હતા.
જે દરમિયાન સફેદ કલરની બલેનો કાર આવીને અમિતના હાથ સાથે ટકરાઈ હતી. જેથી કારચાલકને રોકાવીને કાર અથડાબવા અંગેનું કહેવા જતાં જીભાજોડી થઈ હતી, અને કારમાંથી ત્રણ શખ્સો એ ઉતરીને પરબતભાઈ તેમજ અમિત પર છરી વડે હુમલો કરી દીધો હતો, જેના કારણે પરબતભાઈ ને થાપાના ભાગે છરી વાગવાથી સાત ટાંકા લેવા પડ્યા હતા, તેમ જ અમિતને પણ ઇજા થઈ હતી.
આખરે આ મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પરબતભાઈ આહિર દ્વારા ત્રણ અજાણ્યા શખ્સો સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના રજીસ્ટ્રેશન નંબર ના આધારે આરોપીને શોધી કાઢવા માટે સીસીટીવી કેમેરા ની મદદ લીધી છે.