Get The App

નવા વર્ષમાં નવેમ્બરના પ્રથમ શનિવારે બંધ ઓફિસો કાલે બીજા શનિવારે ચાલુ રહેશે

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
નવા વર્ષમાં નવેમ્બરના પ્રથમ શનિવારે બંધ ઓફિસો કાલે બીજા શનિવારે ચાલુ રહેશે 1 - image

image : Socialmedia

Vadodara : દિવાળી-નવા વર્ષ નિમિત્તે મીની વેકેશન માટે વધારાની આપવામાં આવેલી નવેમ્બર માસના પ્રથમ શનિવારની અવેજીમાં તા.9ના બીજા શનિવારે આવતીકાલે તમામ સરકારી અર્ધસરકારી અને વડોદરા પાલિકાની તમામ કચેરીઓ કામકાજ માટે ખુલ્લી રહેશે. 

ઉલ્લેખનિય છે કે, દિવાળી-નવા વર્ષ નિમિત્તે સરકારી અર્ધસરકારી સહિત પાલીકાના કર્મચારીઓને સળંગ ચાર દિવસનું મીની વેકેશન મળે અને પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરે એવા ઇરાદે નવેમ્બર માસના પ્રથમ શનિવારે રાજ્ય સરકારની કચેરીઓ અર્ધસરકારી અને પાલિકા કચેરીઓમાં રજા રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આની સામે નવેમ્બર માસના બીજા શનિવારે તમામ કચેરીઓ ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ આવતીકાલે તા. 9મી નવેમ્બર-બીજા શનિવારે રાજ્ય સરકારની કચેરીઓ સહિત અર્ધસરકારી તથા પાલિકા કચેરી રોજિંદા કામકાજ માટે ચાલુ રખાશે. પરિણામે જાહેર જનતા પોતપોતાના કામકાજ જે તે સરકારી, અર્ધસરકારી અને પાલિકા કચેરીઓમાં કામકાજનો લાભ લઈ શકશે.


Google NewsGoogle News