Get The App

બિમારીના લીધે કાપોદ્રામાં મહિલા અને ડીંડોલીમાં વૃધ્ધનો આપઘાત

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
બિમારીના લીધે કાપોદ્રામાં મહિલા અને ડીંડોલીમાં વૃધ્ધનો આપઘાત 1 - image


- મોટા વરાછામાં મહિલા અને અમરોલીમાં યુવાને અગમ્ય કારણસર જીવન ટુંકાવી લીધું

સુરત :

સુરતમાં આપધાતના ચાર બનાવમાં બિમારીના લીધે ટેન્શન અનુભવતા કાપોદ્રામાં મહિલા અને ડીંડોલીમાં વૃધ્ધ, કોઇ કારણસર ટેન્શનમાં મોટા વરાછામાં મહિલા અને અમરોલીમાં યુવાને આત્મહત્યા કરી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રામાં હીરાબાગમાં ઇશ્વરનગર સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય સેજલ વનરાજ સિરોડીયા ગત બપોરે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું. પોલીસે કહ્યુ કે, સેજલ મુળ રાજકોટમાં જસદણની વતની હતી. જોકે તેની કિડની પઠરી હોવાથી દુઃખાવો થયો હતો. આવા સંજોગોમાં તે ટેન્શનમાં રહેતી હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. પણ તપાસ બાદ હકીકત જાણવા મળશે. તેના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તેના પતિ વરાછામાં માતાવાડી ખાતે ચ્હાનો સ્ટોલ ચલાવે છે. બીજા બનાવમાં ડીંડોલીમાં નવાગામમાં ગાયત્રીનગરમાં રહેતા ૬૩ વર્ષીય સતીષભાઇ માણીકભાઇ પાટીલ આજે શનિવારે સવારે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે છેલ્લા ધણા સમયથી માનસિક બિમારી પીડાતા હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. તેમને ૩ સંતાન છે.

ત્રીજા બનાવમાં મોટા વરાછામાં અબ્રામા રોડ એલીગન્જા હાઇટ્સમાં રહેતી ૨૯ વર્ષીય માનસી સંદિપ રાખોલીયા ગત સાંજે મોટા વરાછામાં લજામણી ચોક રોડ કોઇ કારણસર ઝેરી દવા પી ગયા હતા. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું. તે મુળ ભાવનગરમાં મહુવાની વતની હતી. તે નેલ આર્ટનું કામ કરતી હતી. તેના પતિ ઓન લાઇન ધંધો કરે છે. ચોથા બનાવમાં અમરોલીમાં મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતો ૨૨ વર્ષીય ધનશ્યામ નટવર વસૈયા ગત મોડી રાતે ઘરમાં કોઇ કારણસર ટેન્શનમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. તે મુળ રાજકોટની વતની હતો. તેને એક સંતાન છે. તેમના પતિ સાયણમાં એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે.


Google NewsGoogle News