Get The App

મોરબીના પરિવારનો સામૂહિક આપઘાત: સુસાઇડ નોટમાં લખ્યું હતું, 'કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં'

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
મોરબીના પરિવારનો સામૂહિક આપઘાત: સુસાઇડ નોટમાં લખ્યું હતું, 'કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં' 1 - image


Suicide of Morbi's family : મોરબી શહેરના રોયલ પેલેસ ફ્લેટમાં સામૂહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની, પુત્ર સાથે મળી ઘરના બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડામાં એમ અલગ અલગ જગ્યાએ સામૂહિક ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં સનસની ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બનાવ સ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે કોઈ દોષિત નથી, અંગત કારણોસર આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ મોકલી દીધા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના ચકિયા હનુમાન મંદિર સામે આવેલા રોયલ પેલેસ ફ્લેટમાં વસવાટ કરતાં વેપારી હરેશભાઈ કાનાબાર, પત્ની વર્ષીબેન કાનાબાર અને પુત્ર હર્ષ હરેશ કાનાબારે કોઈ અંગત કારણોસર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય જણે ફ્લેટમાં બેડરૂમ, લિવિંગ રૂમ અને રસોડામાં એમ અલગ અલગ જગ્યાએ ગળેફાંસો ખાધો હતો. 

આત્મહત્યા પાછળનું હજુ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે કોઈ દોષિત નથી અને કોઈએ રડવું નહીં, જીવનથી કંટાળી ગયા છીએ અને અંગત કારણોસર આત્મહત્યા કરી છે.' જોકે પોલીસે ઘટનાની ગંભીરતાને જોતાં ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ કબજે કરી, આગળની વધુ તપાસ હાથ ધરી છે. હાલ તમામ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


Google NewsGoogle News