એરકુલરની આડમાં વિદેશી દારૃની હેરાફેરી : ૧૪.૨૮ લાખનો દારૃ કબજે
કન્ટેનર, છોટા હાથી ટેમ્પો, એર કુલર અને દારૃ કબજે : આરોપીઓની શોધખોળ
વડોદરા,દશરથ ગામના બુ્રઝશીલ્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બે વાહનોમાંથી પોલીસે એક કુલરની આડમાં મંગાવેલો ૧૪.૨૮ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે. જ્યારે વાહનોના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૃ કરી છે.
છાણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન દશરથ ગામ બુ્રઝશીલ્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં એક કન્ટેનર અને છોટા હાથી વાહનમાંથી ચોરી થતી હોવાની શંકા સ્ટાફને થતા છાણી પી.આઇ.એ.પી.ગઢવીને જાણ કરવામાં આવી હતી.પી.આઇ.ની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા કન્ટેનર અને છોટા હાથીમાંથી વિદેશી દારૃની ૨,૮૫૬ ૂબોટલ કિંમત રૃપિયા ૧૪.૨૮ લાખનો મળી આવ્યો હતો. તેમજ ૧૩૨ એર કુલર મળી આવ્યા હતા. પોલીસને છોટા હાથીના કેબિનમાંથી એક નંબર પ્લેટ પણ મળી આવી હતી. પોલીસે કુલ ૪૮.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વાહનોના નંબરના આધારે આરોપી સુધી પહોંચવાના પ્રયોસા હાથ ધર્યા છે.