કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક વૃદ્ધનો એકલવાયા જીવનથી કંટાળી જઈ ઝેર પી લઇ આપઘાત
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂન ધોરાજી ગામમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક વૃદ્ધે એકલવાયા જીવનથી કંટાળી ઝેર પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ ગામના વતની અને હાલ કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં રહેતા ખેડૂત કુંભાભાઈ ભૂંડીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા દીતુભાઈ ધૂલસીંગભાઇ અજનાર નામના 62 વર્ષના પરપ્રાંતિય શ્રમિક વૃદ્ધ પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઈ પોતાના હાથે ઝેરી દવા પી લીધી હતી.
આથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક ના કુટુંબી સુમેરસિંહ રડુભાઈ આજનારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.જી.આઈ. જેઠવા એ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.