Get The App

લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવકનો આપઘાત

લગ્નમાં જવાના મુદ્દે યુવક અને યુવતી વચ્ચે ઝઘડો થયો હતો

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુવકનો આપઘાત 1 - image

વડોદરા,લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલ વચ્ચે લગ્નમાં જવાના મુદ્દે બોલાચાલી થતા યુવકે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,ગોત્રી યોગી નગરમાં રહેતો ૩૬ વર્ષનો કૃણાલ દિલીપભાઇ પઢિયાર ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેને પત્ની સાથે અણબનાવ થતા તેઓ અલગ રહેતા હતા અને છૂટાછેડાની કાર્યવાહી ચાલતી હતી. કૃણાલ  એક યુવતી સાથે છેલ્લા દોઢ વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. ગઇકાલે રાતે લગ્નમાં જવાના મુદ્દે કૃણાલ અને યુવતી વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ બંને અલગ - અલગ રૃમમાં જઇને સૂઇ ગયા હતા. સવારે યુવતી ઉઠી  ત્યારે કૃણાલે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News