Get The App

હરણીમાં 12 વર્ષની તરૃણી પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ

Updated: Oct 29th, 2024


Google News
Google News
હરણીમાં 12 વર્ષની તરૃણી પર બળાત્કાર ગુજારનારને 20 વર્ષની કેદ 1 - image


Image Source: Freepik

હરણી વિસ્તારમાં છ મહિના પહેલાં હવસખોરનો ભોગ બનેલી તરૃણી પ્રેગનન્ટ બનતાં પોલીસે બળાત્કારીને ઝડપી પાડયો છે. હરણી વિસ્તારમાં ગઇ તા.6-12-2020ના રોજ બનેલા બનાવ અંગે પીડિતાની શ્રમજીવી માતાએ પોલીસને કહ્યું  હતું  કે,મારી પુત્રી કામ અર્થે બહાર જઇ રહી હતી ત્યારે તેનો પીછો કરતા કરણ નામના યુવકે વાતોમાં ફોસલાવી હતી અને મેદાનમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો.

હવસખોરે આ બનાવ બાદ પીડિતાને આ વાતની કોઇને જાણ કરીશ કે પોલીસ ફરિયાદ કરીશ તો તને અને તારા મા-બાપને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

ઉપરોક્ત બનાવ બાદ સાડા બાર વર્ષની પુત્રી ગર્ભવતી બની હતી. આ બનાવ અંગે હરણી પોલીસે આરોપી કરણ રણજીતભાઇ પરમાર(પંચાલ ફળિયું,હરણી) ને ઝડપી પાડયો હતો. મેડિકલ ટેસ્ટ દરમિયાન જન્મેલા બાળકનો પિતા કરણ હોવાનું જણાઇ આવ્યું હતું. આ કેસ પોક્સો સ્પેશ્યલ કોર્ટના જજ એમ.ડી.પાંડેય સમક્ષ ચાલી જતા આરોપીને કસુરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદ કરવામાં આવી  છે. સરકાર તરફે વકીલ પરેશ પટેલે રજૂઆતો કરી હતી.

Tags :
VadodaraHarniRape

Google News
Google News