Get The App

ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું 1 - image


Gujarat Assembly: ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં તમામ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે આજે (11મી જૂન) ગુજરાત વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં વિજાપુરથી સી. જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહે ધારાસભ્ય પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું 2 - image

જાણો કોને કેટલા મત મળ્યા

સાતમી મેના રોજ  લોકસભાની સાથે રાજ્યની પાંચ વિધાનસભાની બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,27,446 મત મળ્યા હતા. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ 1,33,163 મત સાથે જીત હાંસલ કરી હતી. ખંભાત બેઠક પરછી ચિરાગ પટેલે 88,457 મત મેળવ્યા હતા, તો વિજાપુર બેઠક પરથી સી.જે. ચાવડાએ 1,00,641 મત સાથે જીત મેળવી હતી. આ પૈકી સૌથી ચર્ચાસ્પદ માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીએ 82,017 મતથી વિજય મેળવ્યો હતો.  

ગુજરાતની પેટા ચૂંટણીમાં જીતેલા પાંચ ધારાસભ્યોએ લીધા શપથ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું 3 - image

વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 સુધી પહોંચ્યું 

વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો છે. આ ઉપરાંત વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આમ, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 161 થઇ ગયું છે.


Google NewsGoogle News