નર્સિંગ સુપરવાઈઝરને નર્સિંગ કર્મચારીએ છરીના ઘા ઝીંક્યા
અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં
વોર્ડમાં બ ાયો મેડિકલ વેસ્ટ ક્લિનિંગ બ ાબતે ઠપકો આપતા સારુ ન લાગતા કરાયો હુમલો
અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ મા નસગ કર્મચારી તરીકે ફરજ
બજાવતા પારસ મનસુખભાઈ કાછડીયા આજે સવારે પોતાની ફરજ ઉપર વાર્ડમાં હાજર હતાં. ત્યારે
નીચે પડેલ નિડલ વ્યવસ્થિત મુકવા નસગ સુપરવાઝર સૌરભ નિલેષભાઈ પાથરે ઠપકો આપતા પારસ ને ગમેલ ન હતું.અને બંને વચ્ચે
બોલાચાલી થયેલ હતી.
આ મામલો હોસ્પિટલ ના એમ ડી.દિનેશ કાપડિયા પાસે જતા તેમણે પારસને ઠપકો આપેલ હતો.બંને વચ્ચે થયેલ ઝગડાનું સમાધાન કરવા હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય ત્રણ શખ્સો પારસ સાથે મળી હોસ્પિટલ પાછલના ફોરવર્ડ સ્કૂલના ગ્રાઉન્ડ ગયેલ હતાં.જ્યા સૌરભને બોલાવેલ હતો. સૌરભ પોતાનું બાઈક લઈને ત્યાં ગયેલ હતો બાઈકની ઘોડી ચડાવી ઉભી રાખતાની સાથેજ પારસે નેફામાંથી છરી કાઢી સૌરભને મારવા જતા છરી હાથમાં પકડી લીધેલ હતી. જેથી હાથમાં છરી વાગતા લોહી લુહાણ હાલતમાં દવાખાને લઈ જવાતો હતો ત્યારે પારસે ધમકી આપેલ હતી કે આજે તુ સ્ટાફના કારણે બચી ગયો પણ હવે ધ્યાનમાં આવીશ તો મારી નાખીશ.સૌરભને સારવાર દરમ્યાન હાથમાં પંદર ટાકા આવેલ હતાં.ઓપરેશન થિયેટરમાં સારવાર લઈ રહેલ સૌરભ પાસે જઈ પારસે ધમકી આપેલ હતી કે છરી લાવો આને જાનથી મારી નાખું. ઘટના અંગે સૌરભ પાથરે હુમલાખોર નસગ કર્મી પારસ કાછડીયા સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.