ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઈ, સોનાના દાનમાં પણ ધરખમ ઘટાડો

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઈ, સોનાના દાનમાં પણ ધરખમ ઘટાડો 1 - image


Number of devotees Dropped in Ambaji : શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મેળાની આજે સમાપ્તિ થશે. ભાદરવી પૂનમના મેળાના 6 દિવસમાં 27થી વઘુ લાખ યાત્રિકો નોંધાયા છે. આજે ભાદરવી પૂનમ છે ત્યારે યાત્રિકોનો આંક 31 લાખને પાર થાય તેવી પૂરી સંભાવના છે. જો કે, ગત વર્ષની સરખામણીએ યાત્રિકોમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે 45.54 લાખથી વઘુ યાત્રિકો નોંધાયા હતા.    

શક્તિપીઠ અંબાજી ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મેળાના છઠ્ઠા દિવસે 4.57 લાખ યાત્રિકો નોંધાયા હતા. આ સાથે જ કુલ યાત્રિકોનો આંક 26.92 લાખ નોંધાયો છે. મંગળવારે વઘુ 280 સાથે કુલ 2781 ધ્વજારોહણ થયા છે. ગત વર્ષે કુલ 3377 ધ્વજારોહણ થયેલા હતા. એસ.ટી. બસમાં કુલ 4.39 લાખ મુસાફરો નોંધાયા છે. જેમાં મંગળવારના 81682 મુસાફરોનો સમાવેશ થાય છે. બસની કુલ સંખ્યા 10036 નોંધાઈ છે. આમ, પ્રત્યેક બસ ટ્રીપમાં સરેરાશ 44 મુસાફરો હોય છે.  

આ પણ વાંચો : ભાજપ સરકારે અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા, સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી, ગબ્બર જવું હોય તો વધુ ભાડું

મંગળવારે 74780 યાત્રિકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આમ, ભોજન પ્રસાદ કરનારા કુલ યાત્રિકો 4.41 લાખ થયા છે. 16.61 લાખ મોહનથાળ પ્રસાદ પેકેટનું જ્યારે 30366 ચીકી પ્રસાદ પેકેટનું વિતરણ થયું છે. આમ, મોહનથાળ પ્રસાદ કરતાં ચીકી પ્રસાદ પેકેટ વિતરણનું પ્રમાણ પાંચ ગણું ઓછું છે. ગત વર્ષે 18.41 લાખ મોહનથાળ પેકેટ પ્રસાદ પેકેટનું વિતરણ થયેલું હતું. 

બીજી તરફ ગત વર્ષે રૂપિયા 6.89 કરોડની આવક ભંડાર-ગાદી-ભેટ કાઉન્ટરથી થયેલી હતી જ્યારે આ વખતે છ દિવસમાં રૂપિયા 2.28 કરોડની આવક થઈ છે. સોનાનું દાન ગત વર્ષે 520 ગ્રામ હતું જ્યારે આ વખતે અત્યાર સુધી 29 ગ્રામ છે. 

ભાદરવી પૂનમ મેળો 

વિગત
2024
2023
યાત્રિકો
26.92 લાખ
45.54 લાખ
ધ્વજા રોહણ
2781
3377
ભોજન પ્રસાદમાં યાત્રિકો
4.41 લાખ
3.73 લાખ
મોહનથાળ પ્રસાદ પેકેટ
16.61 લાખ
18.41 લાખ
ચીકી પ્રસાદ પેકેટ
30,366
71,452
ભંડાર-ગાદી આવક
રૂ. 2.28 કરોડ
રૂ. 6.89 કરોડ
સોનાની આવક
29.150 ગ્રામ
520 ગ્રામ
(*2024માં છઠ્ઠા દિવસ સુધીના આંકડા.)





Google NewsGoogle News