બાબાસાહેબ આંબેડકરના અપમાનનો વિવાદ વડોદરામાં NSUI કાર્યકરોનો ચક્કાજામ, 10ની અટકાયત
Vadodara Congress : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો. દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે સંસદથી માંડી સમગ્ર દેશમાં દેખાવો થઈ રહ્યા છે.
વડોદરામાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીની બહાર સયાજીગંજ મુખ્ય રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. હજારો લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. દરમિયાન પોલીસ દોડી આવી હતી અને 10 કરતાં વધારે NSUI કાર્યકરોનીઅટકાયત કરી હતી. કાર્યકરોએ કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન વડોદરાની જનતા અને દેશ સહન નહીં કરે. ગૃહ મંત્રી અમિત શાહ રાજીનામું આપે અને દેશની માફી માગે.