Get The App

વડોદરામાં ડ્રગ્સના વેપલા સામે NSUI કાર્યકરોનો ચક્કાજામ, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ, 10ની અટકાયત

Updated: Mar 18th, 2025


Google News
Google News
વડોદરામાં ડ્રગ્સના વેપલા સામે NSUI કાર્યકરોનો ચક્કાજામ, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ, 10ની અટકાયત 1 - image


Vadodara NSUI News:  ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વડોદરામાં પોલિટેકનિક બ્રિજ પાસે રસ્તા પર ચક્કાજામ કરાયો હતો. 

એન.એસ.યુ.આઈ. ના કાર્યકરોએ હર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી હતી. આકરા તાપમાં કાર્યકરો રસ્તા પર સૂઈ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને અનેક વાહન ચાલકો પણ અટવાયા હતા. કાર્યકરોએ 'ભાજપ હાય હાય'.. ના નારા લગાવ્યા હતા. કાર્યકરોએ 'નશો ભગાડો, ગુજરાત બચાવો' તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવા પોસ્ટરો દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. 

આ પણ વાંચો: AMCનો મોટો નિર્ણય: બાલવાટિકાથી માંડીને ધોરણ 10 સુધી મળશે વિનામૂલ્યે શિક્ષણ, વાલીઓને મોટી રાહત

વડોદરામાં ડ્રગ્સના વેપલા સામે NSUI કાર્યકરોનો ચક્કાજામ, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ, 10ની અટકાયત 2 - image

વિરોધ પ્રદર્શનના સ્થળે દોડી આવેલી ફતેગંજ પોલીસે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરીને રોડ ખુલ્લો કરાવ્યો હતો. આ દરમિયાન  કાર્યકરોને પોલીસે ટિંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડવા પડ્યા હતા.

વડોદરામાં ડ્રગ્સના વેપલા સામે NSUI કાર્યકરોનો ચક્કાજામ, ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગ, 10ની અટકાયત 3 - image

ઉલ્લેખનીય છે કે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં હોળીની રાતે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત જ્યારે બીજા સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એન.એસ.યુ.આઈ.નો આક્ષેપ છે કે, કાર ચાલક રક્ષિત ડ્રગ્સના નશામાં હોવાની પૂરેપૂરી આશંકા છે. આ સ્થિતિ સર્જાવાનું કારણ ગુજરાતમાં ખુલ્લેઆમ ચાલી રહેલો નશાનો વેપાર છે. ગુજરાતમાં દારુબંધી પણ કાગળ પર જ રહી છે. એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોએ કહ્યું હતું કે, 'ગુજરાત સરકારની રહેમનજર હેઠળ જ નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને આ માટે ગૃહમંત્રીની સીધી જવાબદારી બને છે. તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ.'

Tags :
Harsh-SanghaviNSUICongressVadodara

Google News
Google News