નેશનલ પેન્શન સ્કીમનું રોકાણ નવા રિટર્નની સિસ્ટમમાં પણ બાદ મળશે
સતત ત્રણ વર્ષ સુધી નવા કર્મચારીઓની નિમણૂક કરનારી કંપનીઓને નવા કર્મચારીના પગાર ખર્ચની ૩૦ ટકા રકમ બાદ મળશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
દેશના વધુમાં વધુ કરદાતાઓ નવી પેન્શન સ્કીમને સ્વીકારવા માડયા છે ત્યારે નેશનલ પેન્શન સ્કીમમાં નોકરિયાત દ્વારા કરવામાં આવેલું રોકાણ નવા ટેક્સ રિજિમમાં પણ ઇન્વેસ્ટમેન્ટ તરીકે બાદ આપવાનું ચાલુ રાખવામાં આવશે. જોકે કલમ ૮૦ -સી, ૮૦-ડી, ૮૦-ડીડી અને કલમ ૮૦-જી હેઠળ મળતા વેરા રાહતના લાભો સંપૂર્ણપણે ખેંચી લેવામાં આવ્યા છે. ૨૦૨૩-૩૪ના વર્ષના રિટર્ન ફાઈલ કરનારા અંદાજે ૭૩ ટકા કરદાતાઓએ રિટર્ન માટેની નવી સિસ્ટમનો સ્વીકારી લીધી છે. હવે ૨૦૨૫-૨૬નું વર્ષ પૂરું થતાં નવી સિસ્ટમને સ્વીકારનારાઓની ટકાવારી વધીને ૯૦ ટકાનો વળોટી જવાની સીબીડીટીના ચેરમેનને આશા છે.
નવી વેરા સિસ્ટમમાં રિટર્ન ફાઈલ કરનારા કરદાતાઓને કલમ ૮૦ સીસીડી હેઠળ નેશનલ પેન્શન સ્કીમમાં કરવામાં આવેલું રોકાણ બાદ મળી શકશે. આ જ રીતે કલમ ૮૦જેજેએએ હેઠળ કોઈપણ બિઝનેસમાં આકારણી વર્ષ પછીના સતત ત્રણ વર્ષ સુધી વધારાના કર્મચારીની નિમણૂક કરવામાં આવે તો તેને માટે કરવામાં આવનારા ખર્ચની ૩૦ ટકા રકમ ખર્ચ તરીકે નફામાંથી બાદ મેળવી શકે છે. આવકવેરા ધારાની કલમ ૮૭એમાં કરવામાં આવેલી જોગવી મુજબ કરદાતાને રૃ. ૨૫૦૦૦નું રિબેટ ૨૦૨૩-૨૪ના વર્ષથી આપવામાં આવે છે. ૨૦૨૫-૨૬ના બજેટમાં રિબેટ રૃા.૨૫૦૦૦થી વધારીને રૃ. ૬૦,૦૦૦ કરવામાં આવ્યું છે.
કરદાતા નવી કે જૂની કોઈપણ સિસ્ટમ હેઠળ રિટર્ન ફાઈલ કરે તેને ટ્રાવેલ એલાવન્સ બાદ મળતું જ રહેશે. તેમ જ નોકરીમાં તેની ટ્રાન્સફર કરવામાં આવે તો તે વખતે આપવામાં આવતા ટ્રાન્સફર એલાવન્સની રકમ પણ ખર્ચ તરીકે બાદ મળી શકશે. કર્મચારીને ઓફિસના કામે પ્રવાસે જવા માટે ફાળવવામાં આવેલી રકમ કે ટ્રાન્સફરને કરાણે પ્રવાસ કરવા માટે આપવામાં આવેલી રકમ ખર્ચ તરીકે બાદ મળશે. તેમાં તેના દૈનિક ખર્ચા કે નોર્મલ પ્લેસ ઓફ ડયૂટીથી દૂર રહેવા છતાં કંપનીએ કરવાનો થતો ખર્ચ બાદ આપવમાં આવશે. કંપનીના માલિક દ્વારા કર્મચારીને તેની ડયૂટી નિભાવવા માટે કન્વેયન્સ તરીકે આપવામાં આવતી રકમ પણ કંપનીને ખર્ચ તરીકે નફામાંથી બાદ આપવામાં આવશે. કર્મચારીને બહેરા-મૂંગા કે નેત્રહિન તથા વિકલાંગને આપવામાં આવતા ટ્રાન્સપોર્ટ એલાવન્સની રકમ પણ ખર્ચ તરીકે બાદ આપવામાં આવશે.
ઘરેથી નોકરીના સ્થળે આવવા માટે કર્મચારીદીઠ કરાતો ખર્ચ બાદ મળતો રહેશે. આ જ રીતે અગ્નિપથ સ્કીમ હેઠળ કરવામાં આવેલી આકવ કલમ ૮૦સીસીએચની આવકને બાદ આપવામાં આવશે. સૈન્યની ભરતીમાં યુવાનો વધુ આગળ આવે તે માટે ૧૪મી જૂન ૨૦૨૦થી ૧૭.૫થી ૨૧ વર્ષની વયના યુવાનો રોકાણ કરીને લાભ મેળવી શકે તે માટેની અગ્નિપથ યોજના છે. ૧૭.૫થી ૨૧ વર્ષના યુવાનો અગ્નિપથ યોજનામાં જોડાય તે પછી તેમાંના ૨૫ ટકા યુવાનોને અગ્નિવીર ગણીને તેમને નિયમિત સૈન્યમાં નોકરી મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ યોજના હેઠળ સૈન્યમાં ભરતી થવા આગળ આવનારા યુવાનોને વાષક રૃ. ૪.૭૬ લાખનો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
છેલ્લા વર્ષમાં એટલે કે ચોથા વર્ષમાં તેની વાષક આવક વીને રૃ. ૬.૯૨ લાખની થશે. તદુપરાંત તેમને રેશનનું, જોખમ અને કઠણાઈનો સામનો કરવા માટેનું અલગ ભથ્થું આપવામાં આવે છે. આ દરમિયાન તેમનું અવસાન થાય કે અપંગ બને તો તેને માટે અલગ ભથ્થું આપવામાં આવે છે. અગ્નિપથ યોજનાના અરજદારોએ સેવા નિમિાં તેમના પગારની ૩૦ ટકા રકમનું રોકાણ કરે તો તેમને અગ્નિવીર કોર્પસ ફંડનો લાભ પણ આપવામાં આવે છે. અરજદારના ફાળા જેટલો જ ફાળો કેન્દ્ર સરકાર પણ આ યોજનામાં આપે છે. ચાર વર્ષને અંતે અરજદારને રૃ. ૧૦.૦૪ લાખ મળે છે.