હવે સુરત બેઠક પર ભાજપ સિવાય 8 ઉમેદવાર છે : આજે ચિત્ર સ્પષ્ટ થશે
- 15 માંથી 6 ઉમેદવારી ફોર્મ રદ થયા : સુત્રોની વાત મુજબ સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બને તો નવાઇ નહીં
સુરત
સુરત
લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર ૧૫ ઉમેદવારોમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન ૬ ઉમેદવારના ફોર્મ
રદ થતા હવે ૯ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. આવતિકાલ સોમવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો
અંતિમ દિવસ હોવાથી બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક
બને તો નવાઇ નહીં.
સુરત લોકસભાની ચૂંટણીમાં આજે બપોર સુધી કોગ્રેસના ઉમેદવારના ફોર્મને લઇને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેકટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેના ડમી ઉમેદવારનુ ફોર્મ રદ કર્યું હતુ. આ ફોર્મ રદ થતા જ ફોર્મ ચકાસણીની પ્રકિયા પણ પૂર્ણ થઇ છે. સુરતની બેઠક પરથી કુલ ૧૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ચકાસણી વખતે છ ઉમેદવારના ફોર્મ રદ થતા હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારને બાદ કરતા આઠ ઉમેદવારો મેદાનમાં છે. અને આ આઠમાંથી આવતિકાલે બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં કોણ-કોણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે ? તે ખબર પડશે. સુત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઇ જાય તો નવાઇ નહીં. અને જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે.
ભાજપ સિવાય આ આઠ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે
ઉમેદવાર પાર્ટી
(૧) અબ્દુલ હમીદ ફારૃક અહમદ શેખ સરદાર
વલ્લભભાઇ પટેલ પાર્ટી
(૨) પ્યારેલાલ બુદ્વુરામ ભારતી બહુજન
સમાજ પાર્ટી
(૩) ઉમટ અજીતસિંહ ભુપતસિહ અખિલ
ભારતીય હિન્દુ મહાસભા
(૪) જયેશ બાબુ મેવાડા ગ્લોબલ
રીપબ્લીક પાર્ટી
(૫) સોહેલ સલીમ શેખ લોગ પાર્ટી
(૬) રમેશ પરસોતમ બારૈયા અપક્ષ
(૭) કિશોર મોહન ડાયાણી અપક્ષ
(૮) ભરત સવજી પ્રજાપતિ અપક્ષ